રસોડાના તેલના ડાઘ અને ચીકાશથી પરેશાન છો? આ ઘરેલું ઉપાયો છે રામબાણ ઈલાજ…

દિવાળીનો તહેવાર નજીક આવે એટલે દરેક ઘરમાં સાફ સફાઈનો માહોલ બની ગયો હશે. તહેવારોને લઈ મહિલાઓ કઈ રીતે પોતાના ઘરને સુઘડ અને સ્વચ્છ દેખાડી શકે તેને લઈ મુંજવણમાં હોઈ છે. ઘણી વખત ઘરના તમામ ખૂણાની સરખામણીએ રસોડાની સફાઈ ખુબ પડકાર જનક લાગતી હોય છે.
તેલના ડાઘ, દીવાલો પર ચોંટેલી ચીકણાઈ, ગેસના નિશાન અને સિંકની ગંદકી દૂર કરવામાં ઘણો સમય અને મહેનત લાગે છે. પરંતુ ચિંતા ન કરો! કેટલાક સરળ ઘરેલું નુસ્ખાઓ અપનાવીને તમે ઓછી મહેનતમાં રસોડાને ચમકાવી શકો છો.
રસોડાની સફાઈના સરળ ઉપાયો
ઘણા એવા અસરકારક ઉપાયો જેના ઉપયોગથી સરળતાથી રસોડાની સાફ સફાઈ કરી શકશો. આ ઉપાઈ નેચરલ છે અને તેમાં કોઈ હાનિકારક રસાયણોનો ઉપયોગ થતો નથી, જેથી તમારું રસોડું માત્ર સ્વચ્છ જ નહીં, પરંતુ સુરક્ષિત પણ રહેશે.

લીંબુની ખટાશથી ચીકાશ દૂર કરો
લીંબુ એક એવું નેચરલ ક્લીનર છે, જે તેલના ડાઘ અને જિદ્દી નિશાનોને સરળતાથી દૂર કરે છે. રસોડાના સિંક, ગેસ સ્ટોવ કે દીવાલો પર ચોટેલી ચીકણાસ હટાવવા માટે લીંબુનો રસ ખૂબ અસરકારક છે. લીંબુના રસને સાબુના પાણી સાથે મિશ્ર કરીને ડાઘવાળી જગ્યા પર લગાવો અથવા તેને બેકિંગ સોડા સાથે ભેળવીને ઉપયોગ કરો. લીંબુ માત્ર ડાઘ દૂર કરે છે એટલું જ નહીં, પરંતુ તે રસોડામાં તાજગી ફેલાવતું નેચરલ એર ફ્રેશનર તરીકે પણ કામ કરે છે.

બેકિંગ સોડાનો ચમત્કાર
બેકિંગ સોડા એ રસોડાની સફાઈ માટેનો સૌથી સરળ અને શક્તિશાળી ઉપાય છે. તેની મદદથી તમે સિંક, પાઈપ, ઓવન, માઇક્રોવેવ અને ગેસ સ્ટોવને સરળતાથી સ્વચ્છ કરી શકો છો. બેકિંગ સોડાને પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવો અને તેને ડાઘવાળી જગ્યા પર લગાવો. જો કે આ ઉપાય વાપરતી વખતે તમારા હાથની ચામડીનું બચાવવા માટે હંમેશા ગ્લોવ્ઝ પહેરવાનું ચૂકશો નહીં. જેથી તમારા હાથને કોઈ નુકસાન ન થાય.

વિનેગર અને લવંગનો ઉપયોગ
વિનેગર એક નેચરલ ડિસઇન્ફેક્ટન્ટ તરીકે કામ કરે છે, જે બેક્ટેરિયા અને જંતુઓને નષ્ટ કરવામાં મદદ કરે છે. રસોડાની ટાઇલ્સ, કાચની સપાટીઓ અને કાઉન્ટરને સ્વચ્છ કરવા માટે વિનેગરને પાણીમાં ભેળવીને સ્પ્રે બોટલમાં ભરો અને તેનો છંટકાવ કરીને સૂકા કપડાથી સાફ કરો. આનાથી ડાઘ દૂર થશે અને લાદી પર ચમક આવશે. જ્યારે, થોડા લવિંગને પાણીમાં ઉકાળીને તેનું પાણી રસોડામાં રાખવાથી ફ્રેસ સ્મેલ આવશે છે, જે તહેવારનો ઉત્સાહ વધારે છે.
આ પણ વાંચો…દિવાળીની સફાઈનું ટેન્શન ભૂલી જાઓ: ફોલો કરો ફટાફટ ઘરને ચકાચક કરવા માટેની સ્માર્ટ અને સરળ ટિપ્સ!