સ્પેશિયલ ફિચર્સ

શરીરના આ અંગોમાં થાય છે દુખાવો? હોઇ શકે છે ડાયાબિટીસ

અત્યારે ચાલી રહેલી લોકોની અસ્તવ્યસ્ત જીવનશૈલીમાં લોકોમાં ખાણી-પીણીમાં ઘણો ફેરફાર થઇ ગયો છે, જેને કારણે આજકાલના સમયમાં ડાયાબિટીસનો રોગ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આજે તો ઘર ઘરમાં ડાયાબિટીસના દર્દી જોવા મળી રહ્યા છે.

ડાયાબિટીસના વધતા જતા કેસો એ ખરેખર ચિંતાનો વિષય છે. ડાયાબિટીસને લાઇફસ્ટાઇલ બીમારી કહેવાય છે, કારણ કે તે આપણી ખાવાપીવાની ખોટી આદત અને જીવનશૈલીને કારણે થાય છે. જોકે, શરીરમાં બ્લડ સુગરના શરૂઆતી લક્ષણોને ઓળખવા સહેલા નથી. તેથી જ કદાચ આ રોગને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે.

આ રોગને સમયસર ઓળખવો બહુ જ જરૂરી છે. બ્લડ સુગર શરીરના ઘણા ભાગને અસર કરે છે, તેથી જો તમને આ ભાગમાં કોઇ પણ દેખીતા કારણ વગર દુઃખાવો થાય કે સતત દુઃખાવો રહેતો હોય તો તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે. તો ચાલો આજે આપણે ડાયાબિટીસ વિશે કેટલીક તદ્દન નવી જ માહિતી જાણીએ.

આપણ વાંચો: Good News: ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ માટે નિડલ ફ્રી Insulin ઉપલબ્ધ થશે, સરકારે આપી આ કંપનીને મંજૂરી

ખભામાં દુઃખાવો થવોઃ-

આપણને જ્યારે ખભા દુઃખે ત્યારે આપણે એના પર બહુ ધ્યાન નથી આપતા, પણ જો તમને શારીરિક પ્રવૃતિ કે કોઇ દેખીતા કારણ વિના ખભા દુખતા હોય

તો તમારે એને અવગણવું જોઇએ નહીં. આ ડાયા બિટીસનું સામાન્ય લક્ષણ છે. તેને ફ્રોઝન શોલ્ડર પણ કહેવાય છે. શરીરમાં બ્લ્ડ શઉગર લેવલ વધી જાય ત્યારે બ્લડ સરક્યુલેશન યોગ્ય રીતે થતું નથી, જેના કારણે ખભા દુખવાની સમસ્યા થાય છે. જો તમને પણ ખભામાં દુઃખાવો થતો હોય તો તમારે એને અવગણવો નહીં જોઇએ અને તુરંત ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.

સાંધામાં દુઃખાવો થવોઃ-

જો તમને કોઈ કારણ વગર અચાનક સાંધામાં દુખાવો થવા લાગે તો આ પણ ડાયાબિટીસની નિશાની છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે શરીરમાં બ્લડ શુગર લેવલ વધવાથી હાડકાં, માંસપેશીઓ નબળા પડી જાય છે.

આ ઉપરાંત સાંધાઓમાં સૂજનને કારણે તમને હલનચલન કરવામાં પણ મુશ્કેલી પડે છે. તમારા સાંધાઓમાં સોજો આવ્યો છે કે દુઃખી રહ્યા છે, તો તમારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જ જોઇએ.

આપણ વાંચો: બ્રાયન એડમ્સના કોન્સર્ટમાં ડાયાબિટીસનો દર્દીએ પેન્ટમાં કરી લઘુશંકા

પગમાં દુઃખાવોઃ-

ડાયાબિટીસના ખૂબ જ સામાન્ય લક્ષણોમાંનું એક પગમાં દુઃખાવો છે. જો તમને ઘણા દિવસોથી પગમાં દુખાવો, ઝણઝણાટ અથવા બળતરા જેવી કોઈ સમસ્યા થઈ રહી હોય, તો તમારે તમારા ડૉક્ટરની સલાહ લઈને ચોક્કસપણે તમારા ડાયાબિટીસની તપાસ કરાવવી જોઈએ.

હકીકતમાં, ખાંડ વધવાને કારણે દર્દીની નસો પાતળી થવા લાગે છે, જેના કારણે રક્ત પરિભ્રમણ પ્રભાવિત થાય છે. આના કારણે પગમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી, જેના કારણે પગમાં દુઃખાવો, ઝણઝણાટી અને બળતરા જેવી સમસ્યાઓ રહે છે.

હાથમાં દુઃખાવો અને સુન્ન પડી જવાઃ-

હાથમાં દુખાવો થવો કે ક્યારેક હાથ સુન્ન પડી જાય તો આપણે એને અવગણતા હોઇએ છીએ, પણ આ સમસ્યા જો વારંવાર થતી હોય તો તમારે એને અવગણવી જોઇએ નહીં, કારણ કે એ પણ ડાયાબિટીસ હોવાની નિશાની હોઇ શકે છે. શુગર લેવલમાં વધારો તમારા હાથ પર પણ અસર કરે છે.

આપણ વાંચો: ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી કમ નથી આ જ્યુસો, બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખે છે…

હાથ હલાવવામાં જો તમને દુખાવો થાય, આંગળીઓમાં સોજો આવતો હોય કે હાથ સુન્ન થઇ જતા હોય, હાથની ચામડી સખત થઇ જાય તો તે ડાયાબિટીસની નિશાની હોઇ શકે છે. ડોક્ટરો તેને મેડિકલ ટર્મમાં હેન્ડ સિન્ડ્રોમ કહે છે. જો તમને તમારા હાથ પર આવો કોઇ અનુભવ થાય તો તુરંત ડૉકટરની સલાહ લેજો અને તમારા બ્લડ સુગર લેવલની તપાસ કરાવજો.

પેઢામાં દુઃખાવો, લોહી નીકળવુંઃ-

ડાયાબિટીસના લક્ષણો પેઢામાં પણ જોવા મળે છે. જો તમને અચાનક પેઢામાં દુખાવો થવા માંડે કે પેઢામાંથી લોહી નીકળવા માંડે કે તમને લાગે કે તમારા પેઢા નબળા પડી ગયો છે તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ. ખાંડના સ્તરમાં વધારો રક્ત પરિભ્રમણને અસર કરે છે. પેઢામાંથી લોહી નીકળવાને કારણે ઓરલ હેલ્થ પર પણ અસર પડે છે.

મોઢામાંથી દુર્ગંધ આવવા જેવી સમસ્યા પણ થાય છે. પેઢા નબળા પડવાથી દાંત પણ નબળા પડી શકે છે, તૂટી શકે છે.
જો તમને આવા કોઇ પણ સંકેત જોવા મળે તો તમારે ડૉક્ટરની સલાહ લેવા પહોંચી જ જવું જોઇએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button