દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી 2026: આવતીકાલે રાખવામાં આવશે વ્રત, જાણો ચંદ્રોદયનો સમય અને ગણેશ પૂજાની વિધિ…

હિન્દુ પંચાંગ અનુસાર, દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. ફાગણ મહિનામાં આવતી આ ચતુર્થીને ‘દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી’ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2026માં આ વ્રત પાંચમી ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવશે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા સાથે રાત્રે ચંદ્રદર્શનનું વિશેષ મહત્વ હોય છે.
દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીના મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ વિશે આપણે અહીં વિગતવાર ચર્ચા કરીશું. ભગવાન ગણેશને વિઘ્નહર્તા માનવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

દ્વિજપ્રિય સંકષ્ટી 2026ના શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર, ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિની વિગતો અહીં જણાવાવમાં આવી છે:
ચતુર્થી તિથિનો પ્રારંભ: પાંચમી ફેબ્રુઆરી 2026, સવારે 12.09 કલાકે
ચતુર્થી તિથિની પૂર્ણાહુતિ: છઠ્ઠી ફેબ્રુઆરી 2026, સવારે 12.22 કલાકે
વ્રતની તારીખ: ઉદયાતિથિ અને ચંદ્રદયના સમય મુજબ પાંચમી ફેબ્રુઆરી 2026ના રોજ વ્રત રાખવું શ્રેષ્ઠ રહેશે.
ચંદ્રદર્શનનો સમય
સંકષ્ટી ચતુર્થીનું વ્રત ચંદ્રદર્શન અને ચંદ્રને અર્ધ્ય આપ્યા પછી જ પૂર્ણ ગણાય છે.
ચંદ્રોદયનો સમય: પાંચમી ફેબ્રુઆરી 2026, રાત્રે 09.50 કલાકે.
(નોંધ: અહીંયા તમારી જાણકારી માટે કે અલગ-અલગ શહેરોમાં ચંદ્રોદયના સમયમાં સ્થાનિક સમય મુજબ 10થી 15 મિનિટનો તફાવત હોઈ શકે છે.)
વાત કરીએ આ દિવસે કરવામાં આવતા વ્રત અને પૂજાના મહત્ત્વની તો ‘સંકષ્ટી’ શબ્દનો અર્થ જ ‘સંકટોને હરનારી’ એવો થાય છે. ભગવાન ગણેશ બુદ્ધિ, સૌભાગ્ય અને સમૃદ્ધિના દેવતા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તના જીવનની તમામ મુશ્કેલીઓનો અંત લાવે છે.

પૂજા સમયે આ મંત્રોનો જાપ અવશ્ય કરો
પૂજા દરમિયાન નીચેના મંત્રોનો જાપ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે. તમે પણ પૂજા સમયે આ મંત્રોનો જાપ કરીને ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકો છો.
- ૐ ગં ગણપતયે નમઃ॥
- શ્રી વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ। નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા॥
- ૐ એકદન્તાય વિદ્મહે, વક્રતુણ્ડાય ધીમહિ, તન્નો દન્તિ પ્રચોદયાત્॥ (ગણેશ ગાયત્રી મંત્ર)



