પીનેવાલો…શું તમે સ્કૉચ અને બર્બન વચ્ચેનો ફરક જાણો છો

દારૂ અલગ અલગ ટેસ્ટ અને ફોર્મમાં મળે છે અને અલગ અલગ નામથી ઓળખાય છે. પીવાનો શોખ ન હોય તેમની માટે આ માત્ર દારૂ કે શરાબ છે, પરંતુ આ નશાની દુનિયામાં વેરાયટીનો પાર નથી. જોકે ઘણીવાર પીનારા પણ પી જતા હોય છે ને તેમને પણ માહિતી નથી હોતી. તો અમે તમને આજે જણાવીશું કે સ્કૉચ અને બર્બન વચ્ચે શું ફરક છે. આ બન્ને વ્હીસ્કી કહેવાય, પણ તે ટેસ્ટમાં તો અલગ છે જ આ સાથે તે બે અલગ દેશને પણ રિપ્રેઝન્ટ કરે છે બોલો. વ્હીસ્કી એક પ્રકારની ડિસ્ટિલ્ડ શરાબ છે જેને અનાજમાંથી બને છે. સ્કૉચ એ વ્હીસ્કી છે જે સ્કૉચ એસોસિયેશન ઓફ સ્કોટલેન્ડ દ્વારા માત્ર અહીં જ સખત નિયમોને ધ્યાનમાં લઈ બનાવવામાં આવે છે. સ્કૉચ માલ્ટેડ જવમાંથી બનાવવામાં આવે છે. એટલે કે જવની માલ્ટિંગની પ્રક્રિયા કરી બનાવવામાં આવે છે. જયારે બર્બન યુએસએના કેટુંકીમાં બનાવવામાં આવે છે. આને બનાવવા માટે લગભગ 51 ટકા મકાઈનો ઉપયોગ કરવામાં આવે છે. આને લગભગ એક બેરલમાં બે વર્ષ માટે મેચ્યોર કરવામાં આવે છે. તે બાદ બોટલમાં ભરાઈ તમારા ટેબલ પર પિરસવામાં આવે છે.
જોકે ગમે તે નામ કે રૂપમાં મળતો નશો જો ન કરો અથવા તો નહીવત કરો તો જ સારું.