સ્પેશિયલ ફિચર્સ

તમે પણ વજન ઘટાડવાના ચક્કરમાં નથી કરી રહ્યા ને આ ભૂલો? Madhuri Dixitના પતિએ જણાવી સાચી રીત…


આજકાલ વજન ઘટાડવા માટે લોકો જાત-જાતના નુસખાઓ અપનાવતા હોય છે અને એમાં પણ છેલ્લાં કેટલાક સમયથી ઈન્ટમિટેન્ટ ફાસ્ટિંગ સૌથી વધુ ચલણમાં છે. આ ફાસ્ટિંગને અપનાવવાની બે અલગ અલગ પેટર્ન છે. એક જેમાં 16 કલાક ફાસ્ટિંગ કરવું અને 8 કલાકમાં જ ભોજન કરવાનો સમાવેશ થાય છે.

બીજી પદ્ધતિમાં 5:2 ડાયેટ. આ પેટર્નમાં તમે અઠવાડિયામાં પાંચ દિવસ નોર્મલ ફૂડ ખાઈ શકો છો અને બે દિવસ ઉપવાસ કરવાના હોય છે. પરંતુ આ કરતી વખતે કેટલીક એવી ભૂલો થઈ જાય છે જેને કારણે ફાયદો થવાને બદલ નુકસાન થાય છે. હવે આ બધા વચ્ચે બી-ટાઉનની માધુરી દિક્ષિતના પતિ ડો. શ્રીરામ નેનેએ પોતાની રાય વ્યક્ત કરી છે. આવો જોઈએ શું કહ્યું છે ડો. નેનેએ…

આપણ વાંચો: વજન ઘટાડવા રોટલી ખાવાનું બંધ ન કરો, પણ આ રેસિપિ અજમાવો…

ડો. શ્રીરામ નેનેએ આ વિશે પોતાની રાય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ઈન્ટમિટેન્ટ ફાસ્ટિંહ એ નથી કે તમે શું ખાવ છો. તમે એ ક્યારે ખાવ છો એ પણ એટલું જ મહત્ત્વનું છે. તમે એક ચોક્કસ અવધિ માટે ફાસ્ટિંગ કરો છો તો તેનાથી તમારું મેટાબોલિઝમ સુધરે છે. સારા મેટાબોલિઝમથી બોડીમાં રહેલી એક્સ્ટ્રા શુગરમાં કમી આવે છે અને એને કારણે શરીરમાં રહેલું ફેટ બર્ન કરવામાં પણ મદદ મળે છે.

આપણ વાંચો: શું રામ કપૂરે વજન ઘટાડવા માટે કરાવી હતી સર્જરી? જાણો સચ્ચાઇ

જોકે, તમે ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગની ખોટી પદ્ધતિ અપનાવી રહ્યા છો તો એની તમારા શરીર પર ખોટી અસર જોવા મળી શકે છે. જો તમે પણ ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ દરમિયાન ભોજન કરવાના સમયમાં જંક ફૂડ કે ખોટી વસ્તુઓ ખાવ છો તો બોડીને પૂરતા પ્રમાણમાં પ્રોટિન નથી મળતું અને એને કારણે માંસ પેશીઓને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ દરમિયાન વધુ ખાઈ લેશો તો એ પણ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ દરમિયાન મેક્રો અને માઈક્રોન્યુટ્રિએન્ટની જરૂરિયાત તરફ દુર્લક્ષ કરવું તમારા માટે અને તમારા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત વધારે પડતું ફાસ્ટિંગ પણ કેટલાક કિસ્સામાં હોર્મોનલ ઈનબેલેન્સનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય કોર્ટિસોલમાં વૃદ્ધિ થાય છે. જેને કારણે વજન ઘટવાને બદલે વધી જાય છે. ડો. નેનેએ ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ કરતી વખતે આ ભૂલો કરવાથી બચવાની સલાહ આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button