સ્પેશિયલ ફિચર્સ

ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરો છો

લોકપ્રિય સર્ચ એન્જિન ગૂગલ પોતાના યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં લઈને જ જરૂરી પગલાં છે અને આવું જ એક પગલું ગૂગલ દ્વારા હાલમાં લેવામાં આવ્યું હતું જેને કારણે યુઝર્સના 12,000 હજાર કરોડની બચત થઈ હોવાનો દાવો ગૂગલ દ્વારા કરવામાં આવ્યો હતો. ગૂગલે 3500 જેટલી સ્કેમ લેન્ડિંગ કરતી એપને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતી.

ગૂગલ પ્લે સ્ટોર પર ઢગલો એપ છે, પરંતુ તમામ સુરક્ષાના ઉપાયો છતાં પણ પ્લે સ્ટોર પર કેટલીક વખત બનાવી એપ આવી જ જાય છે અને આવી જ એપ્લિકેશનથી બચવામાટે ગૂગલ નવું પ્રોટેક્ટિવ ટૂલ લઈને આવ્યું છે. ગૂગલ દ્વારા કરવામાં આવેલા દાવા પર વિશ્વાસ કરીએ તો આને કારણે યુઝર્સના આશરે 12,000 કરોડ રૂપિયાની બચત થઈ છે.
આ સાથે સાથે જ ગૂગલે યુઝર્સ માટે કેટલીક એડવાઈઝરી પણ જાહેર કરી હતી જેની મદદથી યુઝર્સ બોગસ એપને કારણે છેતરપિંડીનો ભોગ બનતા અટકી શકાય છે. આવો જોઈએ શું છે આ સિમ્પલ ટિપ્સ-


⦁ આવી બનાવટી એપથી બચવા માટે યુઝર્સે પણ ખુદ પણ કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ નહીંતર તેમને નુકસાન પહોંચી શકે છે. સૌથી પહેલી વાત એ છે કે કોઈ પણ એપને ઓફિશિયલ એપ સ્ટોર ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી જોઈએ. એટલે કે ઓછી રેટિંગ હોય એવી એપ્સને ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ.


⦁ બીજી મહત્ત્વની વાત એટલે કે યુઝરે એ વાતની પણ ચોકસાઈ રાખવી જોઈએ કે જો કોઈ એપના આઈકોનને જોઈને તમને એવું લાગે છે કે આ આઈકોન ઉતાવળમાં બનાવવામાં આવ્યું છે કે પછી અન્ય એપ સાથે તે મેચ નથી થઈ રહ્યું તો તે વેલિડ એપ નથી અને બનાવટી એપ છે.


⦁ એપના આઈકોન અને રેટિંગની સાથે સાથે ડેવલપર્સ પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ, કારણ કે પ્રોફેશનલ ડેવલપર્સ ડિટેઈલ્સનું પ્રૂફ રિડીંગ કરે છે અને તેના ડિસ્ક્રિપ્શનમાં પણ ભૂલ થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. આવામાં બોગસ એપની શક્યતા પર રોક લગાવી શકાય એમ છે.


⦁ આ ઉપરાંત એપ ડાઉનલોડ કર્યા બાદ એને કઈ કઈ પરમિશન આપવી જોઈએ એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઘણી વખત એપ પરમિશન તમારા ફોનનું એક્સેસ ખોટા હાથોમાં પહોંચાડી દે છે.


⦁ લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે કે કોઈ પણ એપને ઓફિશિયલ એપ સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી જોઈએ. કોઈ પણ લિંક કે અન્ય પ્લેટફોર્મ એપ પરથી એપ ડાઉનલોડ નહીં કરવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button