તમે પણ તો નથી ખાતાને કેમિકલ્સથી પકાવેલી કાકડી? ખાવાના નુકસાન વિશે જાણી લેશો તો…

આજકાલ બજારમાં ફળ અને શાકભાજીઓને જલદી પકાવવા માટે હાનિકારક કેમિકલ્સ જેવા કે અને કુદરતી ના હોય એવા તમામ ઉપાયો અજમાવવામાં આવે છે. પરંતુ આવા શાકભાજી ખાવાથી શરીરને પોષણ મળવાને બદલે નુકસાન થાય છે. ગરમીમાં આપણે આપણે સલાદમાં સૌથી વધારે કાકડીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે બજારમાંથી ખરીદીને લાવેલી કાકડી કુદરતી રીતે પકાવવામાં આવી છે કે કેમિકલ્સથી એ જાણો છો? આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને કારણે તમે સરળતાથી એળખી શકશો કે તમે ખરીદે કાકડી કુદરતી રીતે પકાવેલી છે કે કેમિકલ્સથી…
રંગ અને આકાર પર આપો ધ્યાનઃ
કાકડી ખરીદતી વખતે જો તમે ખૂબ જ ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે. જો કાકડી સામાન્ય કરતાં પણ વધારે ચમકદાર છે તો પૂરેપૂરી શક્યતા છે કે આ કાકડી કેમિકલ્સથી પકાવવામાં આવી છે. કુદરતી રીતે પકાવેલી કાકડીનો રંગ નોર્મલ અને અસમાન હોઈ શકે છે.
આ પણ વાંચો: શું ચા-કોફીની આદત ફાયદાકારક કે નુકસાનકારક? જાણો શું કહે છે નિષ્ણાતો…
ગંધથી પારખોઃ
કલરની સાથે સાથે તમે કુદરતી રીતે પકાવેલી કાકડીને તમે તેની ગંધ પરથી પણ પારખી શકો છો. જી હા કેમિકલની મદદથી પકાવવામાં આવેલી કાકડીની ગંધ એકદમ તીવ્ર અને કૃત્રિમ હોઈ શકે છે. જ્યારે કુદરતી પકાવેલી કાકડીની ગંધ હળવી અને એકદમ તરોતાજા હોય છે.
છાલ પણ કહે છે ઘણું બધુંઃ
જી હા, કુદરતી રીતે પકાવેલી કાકડી અને કેમિકલવાળી કાકડીનો તફાવત ઓળખવાનો સૌથી મહત્ત્વનો સ્ટેપ છે આ. જો કાકડીનો ઉપરનો ભાગ ખૂબ જ લિસ્સો અને સુંવાળો છે તો તો આવી કાકડી ખરીદવાનું ટાળો, કારણ કે આ કાકડી કેમિકલથી પકાવવામાં આવી હોઈ શકે છે. કુદરતી રીતે પકવેલી કાકડીની છાલ થોડી ખરબચડી હોઈ શકે છે.
આ પણ વાંચો: શું તમે ખાઈ ખાઈને ભૂખ્યા રહો છો? તો આ કારણો જવાબદાર હોઈ શકે
કાકડી સમારતી વખતે રાખો ધ્યાનઃ
કાકડીને સમારતી વખતે પણ તપાસી શકો છો કે તમે ખરીદીને લાવેલી કાકડી કુદરતી રીતે પકાવેલી છે. જો કાકડી સમારતી વખતે તેમાંથી ફીણ જેવો પદાર્થ કે તીખી ગંધ હોય તો તો આવી કાકડી ખાવાનું ટાળો, કારણ કે આ કાકડી કેમિકલથી પકાવવામાં આવી છે. કુદરતી રીતે પકાવેલી કાકડીમાં આવું નથી થતું.
પાણીની મદદથી પણ તપાસો:
કુદરતી રીતે પકાવેલી કાકડીની પરખ કરવા માટે તમે આ નુસખો પણ અપનાવી શકો છો. આ માટે તમારે તમારે કરવાનું એટલું જ છે કે કાકડીને સમારીને તેને પાણીમાં નાખો. જો પાણીનો રંગ બદલાવવા લાગે કે પાણીના ઉપરી હિસ્સા પર કોઈ લેયર દેખાવવા લાગે તો આ કાકડી કેમિકલ્સની મદદથી પકાવવામાં આવેલી કાકડી હોઈ શકે છે.
આ પણ વાંચો: તરબૂચની સાથે તેની છાલ પણ છે કામની, જાણી લેશો તો ફેંકવાનું ભૂલી જશો…
કેમિકલ્સથી પકાવેલી કાકડી ખાવાથી શું નુકસાન થશે?
કેમિકલ્સથી પકાવેલી કાકડી ખાવાથી પેટમાં દુઃખાવો, ઉલટી, ઝાડા, લિવર કે કિડની સંબંધિત સમસ્યાઓ સતાવી શકે છે. હંમેશા લોકલ અને વિશ્વસનીય ફેરિયા પાસેથી કાકડી ખરીદવાનું રાખો. હંમેશા તાજી કાકડી ખરીદવાનું રાખો અને તેને ખાતા પહેલાં ધોઈને પાણીમાં પલાળ્યા બાદ જ ખાવાનું રાખો.