…કી ધીરે ધીરે હોલે હોલે પ્યાર હોતા હૈઃ ડેટિંગની શરૂઆતમાં ન કરશો આ ભૂલ

ડેટિંગ નામ પડતા જ એક રોમાન્ટિક ફીગિંલ આવે. ખાસ કરીને યુવાન હૈયાઓ એકબીજાને ડેટ કરે તે આજના જમાનાની જરૂર પણ છે કારણ કે એક યુવક-યુવતી એકબીજાને આળખી આગળ વધે, સંબંધને વિસ્તારે તે જરૂરી છે. આજકાલ ડેટિંગ કોઈ ટેબુ કે છુપાવવા જેવો વિષય રહ્યો નથી. ખાસ કરીને મોટા શહેરોમાં આ ખૂબ જ આમ વાત થઈ ગઈ છે. પણ ઘણીવાર પહેલી જ ડેટિંગમાં લોકો એવી ભૂલો કરતા હોય છે કે પછી જીવનભર માટે પૂર્વાગ્રહ બાંધી લેતા હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તમારા આ સુંવાળા સંબંધની શરૂઆતમાં શું ન કરશો.
દિલ કા મામલા હૈઃ ડેટિંગની શરૂઆતમાં લોકો તેમના મગજમાં ઘણી વસ્તુઓ વિશે વિચારવાનું શરૂ કરે છે. સામા પાત્ર વિશે વધારે વિચારવાનું રોમાન્સને ખતમ કરી નાખે છે. તમે ક્યાંક ને ક્યાંક ચિંતાનો શિકાર બનવાનું શરૂ કરો છો. ઘણી વખત લોકો એકબીજાને જાણ્યા વગર ભવિષ્ય માટે પ્લાનિંગ કરવાનું શરૂ કરી દે છે. જેના કારણે શરૂઆતમાં જ સંબંધોમાં ફિક્કાસ આવી જાય છે.

છુઓ ના છુઓ ના મુજેઃ ડેટિંગની શરૂઆતમાં જ શારીરિક સંબંધ સ્થાપિત કરવો એ તમારા સંબંધ માટે સારું માનવામાં આવતું નથી. આજકાલ પ્રી મેરિટલ સેક્સને ખૂબ હળવાશથી લેવામાં આવે છે, પરંતુ તે સમય જતા ઘણી મુસીબતોનું કારણ બને છે. આમ થવાથી તમે શરીરથી નજીક આવો છો, પણ મન કે ભાવનાઓ એકબીજાનો સ્પર્શ માણી શકતી નથી. આથી સંબંધ લાંબો ચલાવવો હોય તો પહેલા ઈમોશનલ કનેક્ટ મજબૂત બને તે બાદ જ ફિઝીકલ બનો. આ માટે સમય લો. સામા પાત્રની મંજૂરી લો અને તમે પણ તેના માટે તૈયાર થાઓ.

જહા તેરી યે નઝર હૈઃ રિલેશનશિપમાં તમારા પાર્ટનરની તપાસ કરવી એકદમ સામાન્ય વાત છે, પરંતુ ઘણી વખત લોકો ડેટિંગની શરૂઆતમાં જ આવી વસ્તુઓ કરવાનું શરૂ કરી દે છે. આનાથી સામેની વ્યક્તિને લાગે છે કે તમને તેના પર વિશ્વાસ નથી. આમ કરવાથી તમારો સંબંધ શરૂઆતમાં જ તૂટી શકે છે. આથી તમારા પાર્ટનરના મિત્ર બની તેના વિશે જાણવાની કોશિશ કરો. તેના જાસૂસ ન બની જાઓ.

ઐસી ભી ક્યા જલદી હૈઃ ડેટિંગની શરૂઆતમાં જ કોઈ તમારો જીવનસાથી બનતું નથી. ડેટિંગ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા તમે વ્યક્તિને સમજો છો અને પછી આખરે તમે લાંબી ભાગીદારી તરફ આગળ વધવાનું વિચારો છો. આવી સ્થિતિમાં, શરૂઆતમાં જ વ્યક્તિ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખવી અને તેને પૂર્ણ કરવા માટે તેના પર દબાણ કરવું તમારા ડેટિંગ માટે જોખમી સાબિત થઈ શકે છે.
ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈઃ ડેટિંગ કરતી વખતે દરરોજ એકબીજા સાથે વાત કરવી ખૂબ જ જરૂરી છે, પરંતુ વધુ પડતા મેસેજિંગથી સામેની વ્યક્તિ તમારાથી વહેલી ત્રાસી જશે અથવા તો કંટાળી જશે. કોઈપણ વ્યક્તિ એક મર્યાદામાં ગમે છે. વધુ પડતા મેસેજિંગને કારણે તમારું વાસ્તવિક કનેક્શન નબળું પડવા લાગે છે. આવી સ્થિતિમાં, ઘણા બધા સંદેશા મોકલવાને બદલે સામસામે બેસીને વાત કરવી વધારે રોમાન્ટિક સાબિત થાય છે. આ રીતે જ રોજ મળવું કે સાથે જ રહેવું તેવો આગ્રહ ન રાખતા અઠવાડિયે એક કે બે વાર મળી હેંગ આઉટ કરવું, લૉંગ ડ્રાઈવ કે ડિનર પર જવું વગેરે તમારા સંબંધને વધારે મજબૂત બનાવશે.

હોઈ શકે તમે ડેટિંગ મામલે બહુ સિરિયસ ન હોવ તો પણ અમુક વાતનું ધ્યાન તો રાખવું જ જોઈએ. વળી શરૂઆતમાં જ જો અહેસાસ થાય કે સામા પાત્ર સાથે ટ્યૂનિંગ નથી થઈ રહ્યું તો ફક્ત ટાઈમપાસ અફેર કે ડેટિંગ મેન્ટલ હેલ્થ માટે યોગ્ય નથી.