તમારે શરીરમાં વધેલી સુગર ઘટાડવી છે? ડાયાબિટીસના અસલી દુશ્મન છે આ 5 શિયાળાના ફળો
હાઈ બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસ એક એવી બીમારી છે જેના દર્દીઓ વધી જ રહ્યા છે. આ રોગ મોટાભાગે એવા લોકોમાં જોવા મળે છે જેમની જીવનશૈલી અને ખાણીપીણીની આદતો ખરાબ છે. તેથી, એ સાચું છે કે જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય, તો તે તેની જીવનશૈલી અને આહારમાં સુધારો કરીને તેના બ્લડ સુગરના સ્તરને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે. હાઈ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે યોગ્ય આહાર લેવો પણ જરૂરી છે. શિયાળામાં તમારા આહારમાં ફળોનો સમાવેશ કરવો એ એક સારો વિકલ્પ હોઈ શકે છે. આ લેખમાં આવા જ કેટલાક ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમને અથવા તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ છે, તો શિયાળામાં આ ફળોનું સેવન એક સારો વિકલ્પ હોઈ શકે છે.
ઓરેન્જઃ
વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર નારંગી શિયાળાની ઋતુમાં ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સારો વિકલ્પ બની શકે છે. હાઈ બ્લડ શુગરને કંટ્રોલ કરવાની સાથે સંતરામાં હાજર વિશેષ પોષક તત્ત્વો ડાયાબિટીસને લગતી અન્ય ઘણી તકલીફોને ઘટાડવામાં મદદ કરે છે.
ખાલી પેટે સફરજનઃ
ડાયાબિટીસના દર્દીઓ માટે ખાલી પેટે સફરજનનું સેવન કરવું ઘણું ફાયદાકારક છે. તેમના માટે દરરોજ એક સફરજનનું સેવન ખૂબ જ સારો વિકલ્પ છે. તમે દિવસ દરમિયાન ક્યારે પણ સફરજનનું સેવન કરી શકો છો. બ્લડ સુગર લેવલ સામાન્ય રહેશે અને કબજિયાત અને પેટ સંબંધિત તકલીફો આપોઆપ ઓછી થઈ જશે.
કીવીઃ
ડાયાબિટીસના દર્દીઓએ ખાલી પેટે કીવી નામના ફળનું સેવન કરવું પણ ઘણું ફાયદાકારક છે. શિયાળામાં કીવીનું સેવન ઘણું જ સારુ ગણાય છે. દરરોજ તેનું સેવન કરવાથી બ્લડ સુગરને ઘટાડવામાં મદદ મળશે. તેમાં રહેલા વિવિધ વિટામિન્સ અને મિનરલ્સ તમારા બ્લડ શુગર લેવલને ઘટાડવામાં ઘણી મદદ કરશે.
જામફળઃ
શિયાળાની ઋતુમાં ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ એક જામફળનું સેવન કરવું જોઈએ, જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવાની સાથે અન્ય ઘણા ફાયદાઓ પ્રદાન કરે છે. ઘણા સંશોધનોમાં એવું પણ જાણવા મળ્યું છે કે ડાયાબિટીસમાં જામફળનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ મળે છે. તમારે વધારે નહીં પણ દિવસના માત્ર એક જ જામફળ ખાવાનું છે. એમાં રહેલા બિયાને કારણે ઘણાને જામફળ પસંદ નથી હોતા પણ હકીકતમાં જામફળ ઘણા ગુણકારી છે.
દ્રાક્ષઃ
કોઇ પણ વસ્તુ સીમિત માત્રામાં લેવામાં આવે તો તે યોગ્ય જ છે. જો દ્રાક્ષનું સેવન મર્યાદિત માત્રામાં કરવામાં આવે તો તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે સારો વિકલ્પ બની શકે છે. જો તમારું બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં છે, તો તમે દરરોજ સવારે ખાલી પેટ એક બાઉલ તાજી દ્રાક્ષ ખાઈ શકો છો. બીજી તરફ જો તમારું બ્લડ શુગર લેવલ વધી ગયું હોય તો પહેલા તેને કંટ્રોલ કરો અને પછી ખાલી પેટે દ્રાક્ષનું સેવન શરૂ કરો.