Nita Ambani જે બ્રાન્ડની સેન્ડલ પહેરે છે તેની કિંમત જાણો છો? | મુંબઈ સમાચાર

Nita Ambani જે બ્રાન્ડની સેન્ડલ પહેરે છે તેની કિંમત જાણો છો?

અંબાણી પરિવારના કોઈ પણ સદસ્યની વાત હોય તો એ ખાસ તો હોવાની જ ને? આ પરિવાર પાસે એકથી એક ચઢિયાતી મોંઘી, યુનિક, લક્ઝરી વસ્તુઓનું કલેક્શન છે અને એમાં પણ નીતા અંબાણી અવારનવાર મોંઘી અને લક્ઝરી વસ્તુઓ સાથે જોવા મળે છે.

નીતા અંબાણીનું બેગ, સાડી, સેન્ડલનું કલેક્શન એકદમ જોરદાર છે પણ શું તમે એમના સેન્ડલની કિંમત ખબર છે? નીતા અંબાણીની એક જોડી સેન્ડલની કિંમતમાં તમે 25 વર્ષ સુધી દર વર્ષે ચંપલ ખરીદી શકો એમ છો. ચાલો જોઈએ કેમ નીતા અંબાણીની સેન્ડલ આટલી મોંઘી હોય છે અને તેની ખાસિયત શું છે…

નીતા અંબાણીના સેન્ડલના કલેક્શનમાં ટ્રિબ્યુટ ગોલ્ડ મેટાલિક પ્લેટફોર્મ હીલ્સનો સમાવેશ થાય છે. જેની કિંમત 46975 રૂપિયા છે અને તેમના કલેક્શનમાં રહેલી ટ્રિબ્યુટ રેડ પ્લેટફોર્મ સેન્ડલનો રેટ 40975 રૂપિયા જેટલો છે. આ ઉપરાંત નીતા અંબાણીના કલેક્શનમાં ન્યુડ પ્લેટફોર્મ સેન્ડલનો સમાવેશ પણ થાય છે જેની કિંમત 79,600 રૂપિયા છે. જો તમે દર વર્ષે 3000 રૂપિયાની એક જોડી ચંપલ પણ લેતા હોવ તો 25 વર્ષમાં 79,600 રૂપિયામાં 25 વર્ષ સુધી 25 જોડી ચંપલ લઈ શકો છો.

એક વેબસાઈટ પર કરવામાં આવેલા દાવા અનુસાર નીતા અંબાણીના કલેક્શનમાં ટ્રિબ્યુટ પ્લેટફોર્મ બ્લેક સેન્ડલ પણ છે, જેની કિંમત અંદાજે 76,977 રૂપિયા હોવાનું કહેવાય છે. અહીંયા તમારી જાણ માટે નીતા અંબાણીના કલેક્શનમાં રહેલી આ તમામ સેન્ડલ ફ્રાન્સની 61 વર્ષ જૂની કંપની Saint laurentની છે અને આ કંપનીનું રેવેન્યુ 30,343 કરોડ રૂપિયા છે.


ભાઈસાબ મુકેશ અંબાણીના પત્ની છે તો આટલી મોંઘી સેન્ડલ પહેરવાનો અધિકાર તો છે ને?

Back to top button