દરરોજ ઉપયોગમાં લો છો પણ ભારતીય ચલણી નોટો પર છપાતી આ વસ્તુને ક્યારેય ધ્યાનથી જોઈ છે?

આપણે દરરોજ ખરીદી કે લેવડદેવડ કરતી વખતે અલગ અલગ ચલણી નોટોનો ઉપયોગ કરીએ છીએ. ચલણી નોટ સારી છે ફાટેલી છે એટલું જોવા સિવાય આપણે બીજું ખાસ કંઈ જોતા નથી.
આ ભારતીય ચલણી નોટો પર ભારતની વિવિધ ઐતિહાસિક ધરોહર, સ્મારકોના ફોટો છાપવામાં આવે છે, પરંતુ જો કોઈ તમને પૂછે કે કઈ નોટ પર કયા સ્મારક કે ઐતિહાસિક ધરોહરનો ફોટો છે તો આપણને તેનો ખ્યાલ નહીં હોય.
જો તમારા હાલ પણ કંઈક આવા જ છે તો ચાલો, આજે તમને જણાવીએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વાકા કઈ ચલણી નોટ કયા સ્મારકનો ફોટો છાપવામાં આવ્યો છે એ-
આપણ વાંચો: ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીર જ કેમ ? આરબીઆઇએ કર્યો આ ખુલાસો…
10 રૂપિયાની નોટ પર છે સૂર્યમંદિર, કોર્ણાક

ઓડિશામાં આવેલું આ મંદિર એ માત્ર એક મંદિર નહીં પણ વાસ્તુકળાનો એક અદ્ભૂત નમૂનો છે. સૂર્યભગવાનને સમર્પિત આ મંદિર વિશાળ રથના આકારમાં બનાવવામાં આવ્યો છે.
આ મંદિરમાં 12 જોડી મોટા મોટા પથ્થરના પૈડાં લગાવવામાં આવ્યા છે અને તેને સાત ઘોડા ખેંચી રહ્યા છે એવું દર્શાવવામાં આવ્યું છે. રથના પૈડાં પર કરવામાં આવેલું બારીક અને અદ્ભુત નક્શીકામ કળાપ્રેમીઓને અચંબિત કરે છે. યુનેસ્કો દ્વારા આ મંદિરને હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે.
આપણ વાંચો: ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવની વિચારણા, ઘરમાંથી મળી હતી બળેલી ચલણી નોટો
20 રૂપિયાની નોટ પર ઈલોરાની ગુફા, મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે આવેલી ઈલોરાના ગૂફા ભારતીય રોક કટ વાસ્તુકળાનો સૌથી ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. 34 ગૂફા, હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મને સમર્પિત છે. વાત કરીએ તો અહીંની શ્રેષ્ઠ રચનાની તો તે છે કૈલાશ મંદિર, જે એક પથ્થરને કોતરીને તેમાંથી બનાવવામાં આવ્યો છે.
આ રીતે બનાવવામાં આવેલું આ દુનિયાનું સૌથી મોટું મંદિર છે. આ મંદિર દર્શાવે છે કે આપણા પૂર્વજો પાસે કેટલી અદ્ભૂત એન્જિનિયરિંગ સ્કિલ્સ હતી.
આપણ વાંચો: Nadiad માં બનાવટી ચલણી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયું, બે લોકોની ધરપકડ
50 રૂપિયાની નોટ પર હમ્પીનો રથ, કર્ણાટક

વિજયનગર સામ્રાજ્યની ગૌરવશાળી રાજધાની હમ્પીના ખંડહરોમાં જોવા મળતું આ આ પથ્થરનો રથ હકીકતમાં તો વિઠ્ઠલ મંદિરનો એક હિસ્સો ગણાય છે. આ રથ ભારતીય વાસ્તુકળાની ભવ્યતાને દર્શાવે છે અને તેના પર કરવામાં આવેલી કળાત્મક કોતરણી જોઈને જોનારની આંખો પહોળી થઈ જાય છે.
આ સ્મારકનો ફોટો 50 રૂપિયાની નોટ પર છાપવાનો નિર્ણય એયદમ યોગ્ય હતો. આજે પણ લાખો પર્યટકો હમ્પીની મુલાકાત લે છે અને આપણા સમૃદ્ધિ ઐતિહાસિક વારસાનો પરિચય આપે છે.
આપણ વાંચો: ચલણી નોટો પર નહીં છપાય Mahatma Gandhiનો ફોટો? RBIએ આપ્યું મહત્ત્વનું નિવેદન…
100 રૂપિયાની નોટ પર રાણકી વાવ, ગુજરાત

ગુજરાતના પાટણ ખાતે આવેલી રાણકી વાવ એ પાણીનો સ્રોત જ નહીં રાણીનો પોતાના પતિ પ્રત્યેના પ્રેમની સાક્ષી પૂરે છે. 11મી સદીમાં સોલંકી વંશના રાણી ઉદયમતીએ તેમના પતિ ભીમદેવ પ્રથનની યાદમાં બનાવી હતી. રાણ કી વાવ બારીક અને કળાત્મક નક્શીકામની સાથે સાથે મૂર્તિઓ માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. 2014માં આ વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી હતી.
200 રૂપિયાની નોટ પર સાંચીનો સ્તૂપ, મધ્ય પ્રદેશ

ભારતના સૌથી જૂના અને મહત્ત્વના બૌદ્ધ સ્મારકોમાંથી એક એવા મધ્ય પ્રદેશના સાંચીના સ્તૂપનો ફોટો 200 રૂપિયાની નોટ પર જોવા મળે છે. સમ્રાટ અશોક દ્વારા આ સ્તૂપનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. અર્ધગોળાકાર ગુબંદના આકારમાં બનેલા આ સ્તૂપની ચારેય બાજુ ચાર તોરણ છે, જેની ઉપર મહાત્મા બુદ્ધના જીવન પર આધારિત ઘટનાઓને સુંદર રીતેથી કોતરવામાં આવી છે.
500 રૂપિયાની નોટ પર લાલ કિલ્લો, દિલ્હી

500 રૂપિયાની નોટ પર દિલ્હીના લાલ કિલ્લાનો ફોટો છપાવામાં આવે છે. 17મી સદીમાં મોગલ બાદશાહ શાહજહાં દ્વારા આ કિલ્લાનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. આ માત્ર એક કિલ્લો નહીં પણ મોગલ વાસ્તુકળા અને શક્તિનું પ્રતિક છે. ભારત આઝાદ થયું ત્યાર બાદથી દર વર્ષે 15મી ઓગસ્ટના વડા પ્રધાન આ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધે છે અને તિરંગો લહેરાવે છ.