સ્પેશિયલ ફિચર્સ

ઘરમાં છે એલપીજી સિલિન્ડર? તો પહેલાં આ વાંચી લો…

મોટાભાગના ઘરોમાં રસોઈ બનાવવા માટે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે અને જો તમારા ઘરમાં પણ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થતો હોય તો તમારા માટે આ મહત્ત્વના સમાચાર છે. છેલ્લાં પાંચ વર્ષમાં એલપીજી સિલિન્ડરને કારણે દેશભરમાં આશરપે 4082 અકસ્માત થયા છે અને આવી પરિસ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે તમારા ઘરમાં આવતા એલપીજી સિલિન્ડરની લાઈફસાઈકલ કઈ રીતે ચાલે છે અને આ સિવાય કોઈ પણ પ્રકારની દુર્ઘટનામાં ઈન્શ્યોરન્સમાં શું જોગવાઈ કરવામાં આવી છે.

લોકસભામાં પેટ્રોલિયન ખાતાના પ્રધાન દ્વારા સિલિન્ડરના સલામતી ધોરણો અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉપરોક્ત માહિતી સામે આવી હતી. આ પ્રશ્નના જવાબમાં પેટ્રોલિયમ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે એલપીજી સિલિન્ડર ભારતીય માપદંડો અનુસાર બનાવવામાં આવે છે અને સિલિન્ડરના દરેક બેચને મોકલતા પહેલાં, ભારતીય માનક બ્યુરો દ્વારા તેનું સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવે છે. BIS પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા બાદ જ મુખ્ય વિસ્ફોટક નિયંત્રક (CCoE), નાગપુર અથવા તેમના પ્રતિનિધિ દ્વારા સિલિન્ડરમાં LPG ભરવાની અને તેનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવે છે.

તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડર નિયમ 2016 મુજબ દરેક સિલિન્ડરની ફિટનેસ તપાસવી ખૂબ જ આવશ્યક છે. ઉત્પાદનની તારીખથી 10 વર્ષ પછી સિલિન્ડરનું ફરીથી પરીક્ષણ કરવામાં આવે છે અને ત્યાર બાદ દર પાંચ વર્ષે તેનું પરીક્ષણ જરૂરી છે. PESO (પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન)ના નિયમો હેઠળ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિલિન્ડર પરીક્ષણ કરવામાં આવે છે.

રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે જે સિલિન્ડરનું ટેસ્ટિંગ કરવાનું હોય છે તેને એલપીજી ફિલિંગ પ્લાન્ટમાં અલગથી રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ કરતા પહેલા તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. જે એલપીજી સિલિન્ડરનું પરીક્ષણ કરવાનું છે તે ન તો ભરવામાં આવે છે કે ન તો મોકલવામાં આવે છે. તેમણે કહ્યું કે એલપીજી સિલિન્ડરને લગતા અકસ્માતોના ઘણા કારણો છે જેમાં સિલિન્ડરમાંથી ગળતર, એલપીજીનું રેસિડેન્શિયલમાંથી કમર્શિયલ સિલિન્ડરમાં ટ્રાન્સફર, હોઝ પાઇપમાં ખરાબી વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં LPG સિલિન્ડર સાથે સંકળાયેલી 4082 દુર્ઘટના થઈ હતી.

હવે આગલ વધીએ અને વાત કરીએ એલપીજી સિલિન્ડરના કારણે થતી દુર્ઘટનામાં આપવામાં આવતા વળતરની જોગવાઈ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં તેમણે જણાવ્યું કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) પબ્લિક લાયબિલીટી પોલિસી ફોર ઓઈલ ઈન્ડસ્ટ્રી હેઠળ વીમા પોલિસી લે છે, જેમાં તમામ એલપીજી ગ્રાહકોને લાભ મળે છે. જેઓ OMC સાથે નોંધાયેલા છે.

આ પોલિસીમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ વીમા પોલિસી દ્વારા એલપીજીને કારણે થતા અકસ્માતોને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરે છે. જેમાં, વ્યક્તિગત અકસ્માત કવર હેઠળ મૃત્યુના કિસ્સામાં, 6 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે. ઘટના દીઠ રૂ. 30 લાખના મેડિકલ એક્સ્પેન્સને આવરી લેવાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં વ્યક્તિ દીઠ રૂ. 2 લાખનો સમાવેશ થાય છે. જો ગ્રાહકની રજિસ્ટર્ડ પ્રોપર્ટીને નુકસાન થાય તો આવી ઘટનામાં 2 લાખ રૂપિયા સુધીનું વળતર ઉપલબ્ધ કરાવી આપવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?