સ્પેશિયલ ફિચર્સ

તમને પણ Breakfastમાં Bread ખાવાનું ગમે છે? રિસર્ચમાં થયો Shocking ખુલાસો…

આપણામાંથી મોટાભાગના લોકોને સવાર સવારમાં બ્રેડ ખાવાનું પસંદ હોય છે અને જો તમે પણ બ્રેડ ખાવાના શોખિન છો તો આ સમાચાર તમારા માટે જ છે. હાલમાં જ હાથ ધરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે બ્રેડ ખાવાને કારણે કોલોરેક્ટલ કેન્સર થવાનું જોખમ વધી જાય છે. એટલું જ નહીં પણ આ સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું હતું કે આલ્કોહોલનું સેવન કોલોરેક્ટલ કેન્સરનું જોખમ પણ ઘણી હદ સુધી વધારી શકે છે.

એક જાણીતા નિષ્ણાત દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જર્નલ ઑફ ન્યુટ્રિએન્ટ્સમાં પ્રકાશિત એક સંશોધનમાં એવું જણાવવામાં આવ્યું છે કે વ્હાઈટ બ્રેડ અને આલ્કોહોલનું સેવન કોલોરેક્ટલ કેન્સર થવાના જોખમમાં નોંધપાત્ર વૃદ્ધિ કરે છે. તમારી જાણ માટે કે કોલોરેક્ટલ કેન્સર એ એક કેન્સર છે જે આંતરડા અને ગુદાના છેલ્લા છેડે થાય છે. જોકે, કોલોરેક્ટલ કેન્સર ફેલાવવા માટે લાંબો સમય લે છે અને જો શરૂઆતના તબક્કામાં જ તેને ડાયગ્નોઝ કરવામાં આવે તો તેની ટ્રીટમેન્ટ કરાવી શકાય એમ છે.

ચીનની ઝેજિયાંગ યુનિવર્સિટી મેડિકલ સ્કૂલના રિર્સચર્સની એક ટીમે યુકે બાયો બેંક સાથે મળીને આ સંયુક્ત સંશોધન હાથ ધર્યું હતું, જેમાં આશરે 1,18,000થી વધુ લોકો સામેલ થયા હતા. સંશોધનમાં દરરોજ ખાવામાં આવતી 139 ખાદ્ય વસ્તુઓ અને તેમાં રહેલા પોષક તત્વોની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન એવું જાણવા મળ્યું કે જે લોકો નિયમિતપણે સફેદ બ્રેડ અને આલ્કોહોલનું સેવન કરે છે, તેઓમાં 13 વર્ષમાં કોલોરેક્ટલ કેન્સરના લગભગ 1,466 કેસ જોવા મળ્યા હતા.

અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે વ્હાઇટ બ્રેડમાં કાર્સિનોજેનનું કમ્પોઝિશન જોવા મળે છે. જ્યારે આ અભ્યાસ 1.18 લાખ લોકો પર કરવામાં આવ્યો હતો, ત્યારે એવું જોવા મળ્યું હતું કે જેઓ વધુ સફેદ બ્રેડ અને આલ્કોહોલનું સેવન કરે છે તેમને કોલોરેક્ટલ કેન્સરનું જોખમ વધારે છે. જો કે, તે એવા લોકોમાં વધુ હતું જેઓ પહેલાથી જ કેટલીક અન્ય બીમારીઓથી પીડિત હતા. અભ્યાસમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમની પૂરતી માત્રા ધરાવતા ખોરાકનું સેવન કરીને કલરેક્ટર્સ વિકસાવવાના જોખમને ઘટાડી શકાય એમ છે.

અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર, કોલોરેક્ટલ કેન્સર એક મોટા ખતરા તરીકે ઉભરી રહ્યું છે. કોલોરેક્ટલ કેન્સર એ વિશ્વભરમાં કેન્સરનો સૌથી સામાન્ય પ્રકાર છે. જેના દર્દીઓની સંખ્યા ત્રીજા ક્રમે આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button