શું તમને પણ મોજાં પહેરીને સૂવાની આદત છે? જાણી લો તેના ગેરફાયદા

શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો પહેરવામાં આવે છે. કેટલાક લોકો તેમના રૂમમાં હીટરનો પણ ઉપયોગ કરે છે. દિવસની સરખામણીમાં રાત્રે તાપમાન ઓછું હોય છે, જેના કારણે ઠંડીમાં વધારો થાય છે. કેટલાક લોકો ઠંડીથી બચવા માટે રાત્રે મોજાં પહેરીને સૂઈ જાય છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતો તેને ખરાબ ટેવોમાં ગણે છે.
રાત્રે મોજાં પહેરીને સૂવાથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થઈ શકે છે. રાત્રે મોજાં પહેરીને સૂવાથી શરીરના રક્ત પરિભ્રમણ પર અસર પડે છે. તમને જાણીને નવાઈ પણ લાગશે, પરંતુ જ્યારે આપણા શરીરના રક્ત પરિભ્રમણમાં કોઈ સમસ્યા થાય છે ત્યારે તેને કારણે બેચેની અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આવો જાણીએ રાત્રે મોજાં પહેરીને સૂવાથી શું નુકસાન થઈ શકે છે. સૂતી વખતે મોજાં પહેરવાને કારણે પગમાંથી હવા પસાર થઈ શકતી નથી. આના કારણે, ઓવરહિટીંગની સમસ્યા ઊભી થઈ શકે છે. શરીરનું તાપમાન અચાનક વધી શકે છે, જેના કારણે વ્યક્તિ અસ્વસ્થતા અનુભવી શકે છે.
જો તમે રાત્રે મોજાં પહેરીને સૂતા હોવ તો તમારા હૃદયના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે. ક્યારેક ચુસ્ત મોજાં પહેરવાથી પગની ચેતા પર દબાણ આવે છે. આ કારણે, હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
શિયાળા દરમિયાન, લોકો મોટેભાગે મોજા પહેરીને સૂઈ જાય છે. કેટલાક લોકો દિવસભર પહેરેલા મોજામાં જ સૂઈ જાય છે, આવી સ્થિતિમાં, મોજામાં ફસાયેલી ધૂળ અને બેક્ટેરિયાને કારણે તમને ત્વચાની એલર્જી થવાનું જોખમ રહેલું છે.
રાત્રે મોજાં પહેરીને સૂવું ન જોઈએ.
પરંતુ જો તમે મોજા પહેરીને જ સૂવા માગતા હોવ તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે હંમેશા સ્વચ્છ અને ધોયેલા મોજાં પહેરીને સૂવું, રાત્રે લુઝ મોજાં પહેરીને સૂવું, મોજાં પહેરતા પહેલા તમારા પગની માલિશ કરવી જોઇએ જેથી પગ મુલાયમ રહે. બાળકોને ચુસ્ત મોજાં પહેરીને સૂવા ન દો. બની શકે તો કોટનના જ મોજા પહેરવા જોઇએ.