સ્પેશિયલ ફિચર્સ

દિવાળીમાં આ રીતે કરો ઘરના ખૂણે ખૂણાની સફાઈ, થાક નહી લાગે

દિવાળી આવવાની છે એના માટે બધા ઘરોમાં યુદ્ધના ધોરણે સફાઈ કામ શરૂ થઈ ગયું છે. લોકો ઘરની દીવાલો બારી બારણા, પડદા, પથારી, ઓશિકા પલંગના કવરો, ગાદી તકિયાના કવરો બધું સાફ કરી રહ્યા છે. દિવાળીની સફાઇમાં ગૃહિણીઓ એટલી બધી થાકી જાય છે કે તેમના મનમાં એમ થઇ જાય છે કે, જવા દો આ માથાકૂટ, સફાઇ જ નથી કરવી, થોડા વખત પછી બહારથી પ્રોફેશનલ ક્લિનર્સ, હાઉસ ક્લિનર્સનેને બોલાવીને સફાઇ કરાવી લઇશું. ગૃહિણીઓની વાત પણ સાચી છે. એકલા હાથે ઘર સફાઇ કરવી મુશ્કેલ છે.

| Also Read: જાણો.. Diwali ના તહેવારોમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન ?

તો આજે અમે તમારી મુશ્કેલીને દૂર કરી દઇશું. અમે તમને કેટલીક રીતો જણાવીશું જેના દ્વારા તમે હાથ ગંદા કર્યા વગર તમારા ઘરના દરેક ખૂણાને સરળતાથી સાફ કરી શકશો. જો તમે વર્કિંગ પ્રોફેશનલ છો તો કદાચ તમને ઘરનું સાફ કરવાની રજા નહીં મળી શકતી હોય. આની માટે પણ અમે તમને એક ઉપાય જણાવીશું.

AI Generated Image

પ્રથમ વસ્તુ તો તમે હાથમાં મોજા પહેરી લો. જો તમને સફાઈમાં ધૂળ કે સાબુની એલર્જી હોય તો તમે એનાથી સુરક્ષિત રહેવા માટે હાથમોજા પહેરી શકો છો. એનાથી તમારા હાથમાં ગંદા નહીં થાય. સૌથી પહેલા કોઈ એક રૂમમાંથી સફાઈ શરૂ કરો અને તે રૂમની બધી નકામી વસ્તુઓને ફેંકી દો. પછી વેક્યુમ ક્લીનરની મદદથી તે રૂમના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો. હા, ઘરને હાથના બદલે વેક્યુમ ક્લીનરથી સાફ કરવાથી વધુ સમય નહીં લાગે. જો તમે એક કે બે બેડરૂમ કિચનના ઘરમાં રહો છો તો સફાઈમાં તમને થોડી વાર લાગી શકે છે.

| Also Read: Gold Price Today : સોનાના રોકાણકારો થયા માલામાલ, એક જ વર્ષમાં આપ્યું આટલું વળતર

તેથી રોજ એક એક રૂમ સાફ કરવાનું રાખો. બીજા દિવસે બીજો રૂમ પછી રસોડું વોશરૂમ હોલ બાલકની આ રીતે સફાઇ કરો. આમ કરવાથી તમે બે ત્રણ દિવસમાં સરળતાથી આખું ઘર સાફ કરી લેશો. જો તમારા ઘરની કાચની બારીઓ ગંદી છે તો તમે સ્પોન્જની મદદથી ક્લીનર લગાવીને તેને સાફ કરી શકો છો.

AI Generated Image

હાલમાં તો બાળકોને પણ દિવાળી વેકેશન પડી ગયું હશે. તમે સાફસફાઇ માટે તેમની પણ થોડી ઘણી મદદ લઇ શકો છો. કમ સે કમ તેઓ તેમના પોતાના કબાટના ખાના, ભણવાના ટેબલની વ્યવસ્થિત ગોઠવણી તો કરી જ શકે છે. આમ વ્યવસ્થિત પ્લાનિંગ સાથે તમે ઘરની સફાઇ કરશો તો થાક પણ નહીં લાગે અને કામ પણ ઝડપથી પતી જશે. ઉપરાંત તમારી શારીરિક કસરત પણ થઇ જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button