દિવાળી 2025: આ ઉપાય સાથે કરો લક્ષ્મીજીનું સ્વાગત, ઘરમાં થશે સુખ સમૃદ્ધીનું આગમન

દિવાળીની રાત, જેને ‘મહાનિશા’ અથવા ‘સિદ્ધ રાત્રિ’ તરીકે ઓળખવામાં આવે છે, જેનું ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે. આ તહેવારને ઘરમાં લાઈટોની રોશની કરી, ચોકમાં રંગોળી બનાવીને અને બાળકો ફટાકડા ફોડીને ઉજવે છે. માનવામાં આવે છે, આ દિવસોમાં માતા લક્ષ્મી ભક્તો ઘરે જાય છે. લક્ષ્મીના આગમનને લઈને લોકો ઘરને દિવાથી શણગારે છે. જે સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું સંચાર છે. દિવાળીની રાતે કરવામાં આવતા કેટલાક શુભ ઉપાયો ધન, આરોગ્ય અને સુખ-શાંતિ લાવે છે.

દેશી ઘીનો બહુમુખી દીવો
ધાર્મિક શાસ્ત્રો અનુસાર, દિવાળીની રાતે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દેશી ઘીનો સાત કે નવ મુખવાળો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દીવો ઘરના પૂજાસ્થળ અથવા મુખ્ય દ્વાર પર મૂકવામાં આવે છે. આવા દીવામાં શુદ્ધ દેશી ઘી અને કપાસની વાટનો ઉપયોગ કરવાથી ધન, આરોગ્ય અને લાંબુ આયુષ્ય મળે છે. આ ઉપાય ઘરમાં સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવે છે અને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે.

કૌડી અને કમળ કાકડીની પોટલી
દિવાળીની રાતે ધનલક્ષ્મીની કૃપા મેળવવા માટે કૌડીનો ઉપાય અત્યંત ફળદાયી છે. પૂજા દરમિયાન પાંચ સફેદ કે પીળી કૌડીઓ, પાંચ કમળ કાકડી અને થોડી પીળી રાઈને લાલ કપડામાં બાંધીને એક પોટલી તૈયાર કરો. આ પોટલીને માતા લક્ષ્મીના ચરણોમાં મૂકીને ‘ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ’ મંત્રનો 108 વખત જાપ કરો. બીજે દિવસે આ પોટલીને તમારી તિજોરીમાં સુરક્ષિત રાખો. આ ઉપાયથી નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિના દરવાજા ખુલે છે.

મખાનાની ખીરનો ભોગ
દિવાળીની રાતે માતા લક્ષ્મીને મખાનાની ખીરનો ભોગ ધરાવવાથી દેવીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપાય ઘરમાં ધનની ઉણપ આવવા દેતો નથી. આવકના નવા માર્ગો ખોલે છે. મખાનાની ખીર બનાવતી વખતે શુદ્ધ ઘી અને દૂધનો ઉપયોગ કરવો શુભ ગણાય છે, જે ઘરમાં સમૃદ્ધિનો સંચાર કરે છે.

શંખનાદથી પવિત્રતા
માતા લક્ષ્મીની પૂજા અર્ચના બાદ દિવાળીની રાતે ઘરના તમામ ઓરડાઓમાં શંખનાદ કરવો જોઈએ. જેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શંખની પવિત્ર ધ્વનિ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને દરિદ્રતા તેમજ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. આ ઉપાયથી ઘરમાં સુખ, શાંતિ અને ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)
આપણ વાંચો: જાણો દિવાળીમાં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે?