Radhika Merchant કરતાં પણ મોંઘો લહેંગો પહેરેશે Adani Familyની થનારી વહુ?

અદાણી ગ્રુપ (Adani Group) ચેયરમેન ગૌતમ અદાણી (Gautam Adani)ના દીકરા જિત અદાણી (Jeet Adani)ના લગ્ન છેલ્લાં કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યા છે. લગ્નના ગેસ્ટ લિસ્ટથી લઈને વેડિંગ ડેસ્ટિનેશનને લઈને જાત જાતના રિપોર્ટ્સ વાઈરલ થઈ રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર અદાણી પરિવારની થનારી વહુના લહેંગાને લઈને એક ચોંકાવનારી બાબત સામે આવી રહી છે. આવો જોઈએ શું છે આ વાત-
અદાણી ગ્રુપની થનારી વહુ દિવા જૈમિન શાહના વેડિંગ લૂકને લઈને સોશિયલ મીડિયા પર જાત જાતના દાવા કરવામાં આવી રહ્યા છે અને આવા જ એક રિપોર્ટ અનુસાર દિવાનો વેડિંગ લહેંગો કરોડોની કિંમતનો હશે. જેમાં કિંમતની ડાયમંડ્સની સાથે સા મૂલ્યવાન રત્નો જડવામાં આવ્યા હશે. જોકે, આ લહેંગો દિવા પહેરશે કે નહીં એ તો રામ જાણે પણ જો તેણે પહેર્યો તો ચોક્કસ જ દિવાનો બ્રાઈડલ લૂક રાધિકા મર્ચન્ટ કરતાં પણ મોંઘો થઈ જશે, એમાં કોઈ જ શંકા નથી.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે આ બ્રાઈડલ લહેંગો ખરેખર ખૂબ જ લક્ઝર છે. આ લહેંગામાં 20,000 ડાયમંડ્સ અને જેમ સ્ટોન જડવામાં આવશે, જે આ લહેંગાને ખૂબ જ સુંદર બનાવશે. એક રિપોર્ટમાં તો દાવો કરવામાં આવ્યો છે કે આ લહેંગાની કિંમત 150 કરોડથી પણ વધારે છે. આ લહેંગામાં ખૂબ જ બારીક વર્ક કરવામાં આવ્યું છે અને એને કારણે જ તેને તૈયાર થવામાં લાંબો સમય લાગ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થઈ રહેલી પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ લહેંગાને 1000 કલાકથી પણ લાંબો સમય લાગશે.
આ પણ વાંચો : ગૌતમ અદાણીના પુત્રના લગ્ન ઠાઠમાઠથી નહીં પણ સાદગીથી થશે
વાત કરીએ દિવા શાહ કોણ છે એની તો દિવા શાહના પિતા જૈમિન શાહ નો ડાયમંડનો બિઝનેસ છે. જૈમિન શાહની ગણતરી સુરતના સૌથી જાણીતા ઉદ્યોગપતિમાંથી એક છે. આવી સ્થિતિમાં બિઝનેસ વર્લ્ડના બે ખૂબ જ બિગ શોટ ગણાતા પરિવારોમાં યોજાના આ લગ્નની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં કેટલાક રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર અદાણીના દીકરા જિતના લગ્ન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની રોયલ વેડિંગ કરતાં પણ શાનદાર હશે. પરંતુ ગઈકાલે પ્રયાગરાજ ખાતે પહોંચેલા ગૌતમ અદાણીએ આ બધા અહેવાલોને રદીયો આપતા જણાવ્યું હતું કે જિતના લગ્ન એકદમ સામાન્ય અને પારંપારિક પદ્ધતિથી થશે.