પોતાની ઉંમરથી નાની છોકરી સાથે આધેડને પ્રેમ થયો કે શું, જુઓ વીડિયો કોને પાઠ ભણાવ્યો?

આજ કાલના સમયમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી વસ્તુ કોઈ પણ સમયે વાયરલ થઈ શકે છે. પછી ભલે તે પ્રેમમાં ગાંડપણ હોય, કે પછી પોતાનું નવું ક્રિયેશન કરી ને પોસ્ટ કરવું હોય. ઘણી વખત લોકો પોતોની આજુ બાજુ થતી વિચિત્ર ઘટનાઓના વીડિયો બનાવી વાયરલ કરે છે. એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર આજ કાલ વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો લોકો આશ્ચર્ય ચકિત પણ થશે હસવુ પણ આવશે. આ વીડિયોમાં એક આધેડ વયના પુરુષ પોતાનાથી અડધી ઉંમરની યુવતી સાથે નાની ગલીમાં રોમાન્સ કરતો જોવા મળ્યો હતો. જોકે, આ પ્રેમભરી ક્ષણ લાંબો સમય ટકી શકી નહીં, કારણ કે એરીયાના લોકોને પોતાની ગલીમાં આવી ઈશ્કબાદી પસંદ પડી ન હતી. આ જોયા બાદ સ્થાનિકો દ્વારા કઈક એવું કર્યું કે આ લોકો ભાગવું પડવું. આ ઘટના લોકો માટે હાસ્યનું કારણ બનવા સાથે લોકોને આશ્ચર્ય ચકીત કરી દીધા છે.
વાયરલ વીડિયોમાં એક આધેડ વયનો પુરુષ એક યુવતીને પોતાની ખોળામાં ઉઠાવીને ગલીમાં ઉભો છે, અને બંને એકબીજાને ગળે મળીને રોમાન્સ કરી રહ્યા છે. આસપાસ મકાનોથી ગલી બંધ થઈ જતી હતી. આ દ્રશ્ય જોતા એવું લાગી રહ્યું છે આ ઈશ્કબાજોને એવું લાગી રહ્યું હતું કે ગલીમાં સૂનસામ છે. પરંતુ ઉપરની બાલ્કનીમાંથી કોઈએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી, જે પછી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જ્યારે મોહલ્લાના લોકોએ આ રોમેન્ટિક દૃશ્ય જોયું, ત્યારે તેમણે ઉપરથી પાણી રેડીને આ જોડીને ભગાડી દીધી. પાણીનો છંટકાવ થતાં જ બંને ગભરાઈ ગયા અને એકબીજાથી અલગ થઈને ભાગી ગયા. આ રમૂજી ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ અને હવે તે સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે. આ વીડિયો જોઈને લોકો હસીહસીને લોટપોટ થઈ રહ્યા છે.
આ વીડિયો X પર શેર કરવામાં આવ્યો છે, જેને લાખો લોકોએ જોયો અને ઘણાએ લાઈક કર્યો. યુઝર્સે આ વીડિયો પર રમૂજી પ્રતિસાદ આપ્યા છે. એક યુઝરે લખ્યું, “આ તો યુવતીના સુગર ડેડી લાગે છે!” બીજાએ કહ્યું, “આ શું જોવું પડે છે, ભગવાન મને આંધળો કરી દે!” અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, “ચાચા, ઉંમરનો તો લિહાજ રાખવો હતો!” આ રીતે લોકો આ વીડિયોની મજા લઈ રહ્યા છે.