હેં, ભારતના આ ગામડામાં ભારતીય કરતાં વધુ વસે છે વિદેશીઓ…

ભારત એ ગામડાઓનો દેશ છે અને એમાંથી અનેક ગામડા તો એવા છે કે જ્યાં એક વખત આવ્યા પછી વારંવાર આવવાની ઈચ્છા થાય, થાય ને થાય જ. આજે અમે અહીં તમને ભારતના એક એવા ગામડા વિશે જણાવીશું જ્યાં ભારતીયો કરતાં પણ વિદેશીઓ રહે છે. એટલું જ નહીં પણ મહિનાઓ સુધી ભૂરિયાઓ રૂમ ભાડે રાખીને રહે છે.
તમે પણ એક વખત આ ગામમાં આવશો તો ચોક્કસ તમને પણ અહીંયા જ રહેવાનું મન થશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેને કારણે એની ચર્ચા થઈ રહી છે. ચાલો જોઈએ આખરે કયું છે આ ગામ અને શું છે આ કરણ કે વિદેશીઓને આ ગામ એટલું બધું ગમી ગયું છે…
આપણ વાંચો: મેરિકન પરિવારને અમદાવાદમાં રહેવામાં પડી રહી છે શું મુશ્કેલી ? સોશિયલ મીડિયા પર માગી મદદ
મિની ઈઝરાયલ ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાય છે

ભારતના આ ગામડામાં વિદેશીઓ લાંબા સમય સુધી રહે છે. આ ગામમાં તમને ભારતીયો કરતાં પણ વિદેશીઓ વધુ જોવા મળશે અને ઈન્સ્ટાગ્રામ પર મોહમ્મદ અમાન નામના યુઝરે આ વીડિયો શેર કર્યો છે અને આ ગામને લોકો મીની ઈઝરાયલ ઓફ ઈન્ડિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. હવે આ ગામનું નામ જાણવાની તાલાવેલી વધી ગઈ ને તો ચાલો તમને જણાવી દઈએ.
હિમાચલ પ્રદેશમાં આવેલું છે ગામ

અમે અહીં જે ગામની વાત કરીએ છીએ એ ગામનું નામ છે હિમાચલ પ્રદેશનું ધર્મકોટ. આ ગામ ધર્મશાલાથી બે કિલોમીટર ઉપર આવેલું છે. ધર્મકોટમાં મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો જોવા મળે છે અને એમાં પણ ખાસ કરીને ઈઝરાયલથી અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. ઈઝરાયલી નાગરિકો મહિનાઓ સુધી આ ગામમાં રૂમ ભાડા પર લઈને રહે છે.
ઈટાલિયન અને ઈઝરાયલી કેફેટેરિયા છે ગામમાં

વિદેશીઓ આ ગામમાં આવીને રહે છે એટલે આ ગામમાં આવેલા કેફેમાં ઈઝરાયલ, ઈટાલિયન સહિત અનેક વિદેશીઓ વાનગીઓ મળી રહે છે. મોહમ્મદ અમાન નામના યુઝરે શેર કરેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર લાઈક અને કમેન્ટ પણ કરી રહ્યા છે.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…