આમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સ

એક લિટર દૂધના 6000 રૂપિયા, ધારાવીમાં તો લાઈન લાગે છે આ દૂધ પીવા માટે…

મુંબઈઃ હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? કે ભાઈ આખરે એવું તે શું સ્પેશિયલ છે આ દૂધમાં કે 50 રૂપિયામાં એક જ ચમચી વેચાય છે અને એમાં પણ મુંબઈની જ નહીં પણ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતી ધારાવીમાં તો આ મંગળવારના દિવસે લાઈન લાગે છે?

ભાઈ તમારા આ સવાલનો જવાબ છે કે અહીં ગધેડીના દૂધની વાત થઈ રહી છે. મંગળવારના દિવસે એક વ્યક્તિ પોતાની જેની (ગધેડી)ને લઈને ધારાવી પહોંચે છે અને ત્યાં તે ઘર-ઘરમાં પહોંચે છે. જેવો આ માણસ આવે કે દરેક માતા પોતાના બાળકને લઈને બહાર આવે છે અને ત્યાર બાદ એક ચમચી દૂધ બાળકના મોંમાં નાખે છે અને એના બદલામાં 50 રૂપિયા લે છે.


ગધેડીનું દૂધ એ કંઈ નવી વાત નથી અને એમાં પણ ખાસ કરીને સાઉથ ઈન્ડયામાં. સાઉથ ઈન્ડિયામાં લાંબા સમયથી ગધેડીનું દૂધ બાળકોને પોષણ અને વિકાસ માટે પીવડાવવામાં આવે છે.


ધારાવીમાં દૂધ વેચી રહેલાં એ ફેરિયાએ જણાવ્યું હતું કે આ દૂધ પીવાથી તાવ, થાક, આંખો પરનો તાણ, નબળા દાંત, અલ્સર, અસ્થમા અને સ્ત્રી રોગ સંબંધિત સમસ્યામાં પણ રાહત મળે છે. ગ્રામણી યુરોપ અને અમેરિકામાં આ ખૂબ જ સામાન્ય છે.


હવે વાત કરીએ કે આખરે આ દૂધ આટલું મોંઘું કેમ હોય છે એની તો આ દૂધની શેલ્ફ લાઈફ ખૂબ જ ઓછી હોય છે અને ડોક્ટરોએ જણાવ્યું હતું કે તમામ બાળકો માટે ગધેડીનું દૂધ એ યોગ્ય નુસખો છે કે નહીં તે કહી શકાય નહીં.
કેટલાક લોકો ગધેડીના દૂધને લિક્વિડ ગોલ્ડ તરીકે પણ ઓલખે છે અને કેટલીક મહિલાઓ આ દૂધનો ઉપયોગ પોતાની સ્કીનને ચમકદાર બનાવવા માટે કરે છે. કર્ણાટકમાં તો ગધેડીના દૂધના ફાર્મ આવેલા છે અને અહીં ગધેડીના એક લિટર દૂધની કિંમત 6000 રૂપિયાથી પણ વધુ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button