ધનતેરસ પર ખરીદો આ ચીજો, આખું વરસ ધન-ધાન્યની નહીં થાય કમી…

Dhanteras: પંચાંગ ભેદના કારણે આ વખતે ધનતેરસને લઈ અસમંજસ છે. આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર, 2024ના રોજ મનાવાશે. કારણકે આ દિવસે સવારથી રાત સુધી ખરીદારી અને પૂજાનું શુભ મુહૂર્ત છે. ધનતેરસ પર સોના-ચાંદીના વાસણ ખરીદવાની પરંપરા છે. ધનતેરસના દિવસે ઘણી એવી ચીજ છે જેની ખરીદી અને ઘરે લાવવાથી તમારા સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
આ પણ વાંચો : સ્થાપત્યનું વાઈ-ફાઈ : દિવાળી ઉજવતું ઘર
આ દિવસને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથન સમયે હાથમાં કળશ લઈને પ્રગટ થયા હોવાની માન્યતા છે. ધન્વંતરી ભગવાનને લક્ષ્મીજીના ભાઈ કહેવાય છે. તેમને પીળા રંગની ધાતુ વધારે પ્રિય છે. તેથી આ દિવસે સોનું ખરીદવામાં આવે છે.
ધનતેરસ પર શું ખરીદવું શુભ માનવામાં આવે છે?

- ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.

- ધનતેરસના પર્વ પર ઝાડું ખરીદવું શુભ માનવામાં આવે છે.

- આ દિવસે મીઠું ખરીદવું શુભ છે.

- આ દિવસે ઘરે પાનના 5 પત્તા લાવવા શુભ માનવામાં આવે છે. પાનના પત્તા લક્ષ્મીજીને ચઢાવવામાં આવે છે.

- ધનતેરસના દિવસે ધાણા ખરીદવા શુભ હોય છે. ધાણા ખુશહાલીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી ધનતેરસના દિવસે તેની ખરીદી કરો.

- ધનતેરસના દિવસે લક્ષ્મી ચરણ ઘરે લાવવા શુભ માનવામાં આવે છે. લક્ષ્મી ચરણ આ દિવસે ઘરમાં લાવવા માતા લક્ષ્મીનું આહ્વન માનવામાં આવે છે અને આ દિવસે ઘરે માતા લક્ષ્મીના ચરણ ઘરમાં લાવવા તેને ઘરમાં નિમંત્રણ આપવા સમાન છે.

- આ દિવસે દિવાળી પૂજન માટે તમે લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદી શકો છો. ધનતેરસના દિવસે મૂર્તિ ખરીદવી શુભ માનવામાં આવે છે. તેથી ધનતેરસ પર લક્ષ્મી ગણેશની મૂર્તિ ઘરે લાવવી શુભ છે.
આ પણ વાંચો : Dhanteras 2024: ધનતેરસમાં સોનું ખરીદવાનું શ્રેષ્ઠ મુહૂર્ત ક્યારે ? જાણો એક જ કિલક પર
ધનતેરસના દિવસે આ તમામ ચીજો તમારા ઘરે જરૂર લાવો. આ તમામ ચીજોની ખરીદી કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ધન-ધાન્યની કમી નહીં થાય.
નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને માન્યતા પર આધારિત છે. કોઈપણ માહિતીનો અમલ કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લો.