હીટ વેવના કારણે દર વર્ષે વિશ્વભરમાં લાખો લોકો જીવ ગુમાવી રહ્યા છે! અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા

દર વર્ષે ઉનાળાની ઋતુ વધુને વધુ અસહ્ય બની રહી છે, હીટ વેવ વધુ આકરી બની રહી છે અને હીટ વેવનો સમયગાળો પણ વધી રહ્યો છે. તાજેતરમાં મેડિકલ જર્નલ લેન્સેટે આબોહવા અને આરોગ્ય પરનો વાર્ષિક અહેવાલ બહાર પડ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું કે વધતા તાપમાનને કારણે દર વર્ષે વિશ્વભરમાં લગભગ 5,50,000 લોકો મૃત્યુ પામે છે, જે 1990 ના દાયકાથી 20% વધુ છે.
લેન્સેટે આ વર્ષે પહેલીવાર ગરમીને કારણે થતા વૈશ્વિક મૃત્યુની કુલ સંખ્યાનો અહેવાલ પ્રકશિત કર્યો છે. વિવિધ દેશોમાંથી મૃત્યુના મળેલા વિગતવાર ડેટા અને મૃત્યુનો અંદાજ કાઢવાની પદ્ધતિઓમાં તાજેતરના વિકાસને આધારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. 71 સંસ્થાઓના 128 સંશોધકોએ મળીને આ અહેવાલ તૈયાર કર્યો છે.
નોંધનીય છે કે આ વર્ષે વિશ્વભરના દેશોમાં તાપમાને રેકોર્ડ તોડ્યા હતાં. એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા ખંડના દેશોમાં અસહ્ય ગરમી પડી હતી. યુરોપના રહેવાસીઓ પણ ઉનાળા દરમિયાન હીટ વેવથી હેરાન થયા હતાં. ક્લાઈમેટ ચેન્જને કારણે છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વભરના લોકોએ અસહ્ય ગરમીમથી પસાર થઇ રહ્યા છે.
આપણ વાચો: કમોસમી વરસાદની આગાહી વચ્ચે ‘સેકન્ડ સમર’નો કાળો કેર: કચ્છમાં 38 ડિગ્રી તાપમાન, અનુભૂતિ 42 ડિગ્રી!
ગરમી અસહ્ય અબની રહી છે:
લેન્સેટેના અહેવાલના સહ-લેખક ઓલી જેના જણાવ્યા મુજબ,”આ વર્ષ દરમિયાન ગરમીને કારણે દર મિનિટે એક મોત નોંધાયું છે, આ આંકડા ખરેખર ચોંકાવનારા છે.”
ઓલી જેના જણાવ્યા મુજબ વૈજ્ઞાનિકોને ડર છે કે વિશ્વના મોટા ભાગમાં ગરમી ફિઝીકલ ટિપિંગ પોઈન્ટની નજીક છે, જ્યારે હવામાન એટલું ગરમ અને ભેજવાળું બની રહ્યું છે, જેને કારણે માણસે અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બની જશે. આ બાબત પર તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
લેટિન અમેરિકામાં ગરમી સંબંધિત મૃત્યુ વર્ષ 2000 કરતા બમણા થઇ ગયા છે, લેટિન અમેરિકાના દેશોમાં દર વર્ષે લગભગ 13,000 લોકોના મૃત્યુ થી રહ્યા છે.
આપણ વાચો: હીટવેવ એલર્ટ: મુંબઈમાં તાપમાન 38 ડિગ્રીને પાર, આઈએમડીએ આપી આ ચેતવણી
અનિંદ્રા અને મચ્છરજન્ય રોગ વધ્યા:
લેન્સેટના અહેવાલ મુજબ, ઊંચા તાપમાનને કારણે રાત્રે ઊંઘ ન આવવાનું પ્રમાણ પણ 2024 માં રેકોર્ડ 9% વધ્યું હતું. વિશ્વભરમાં મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુને ફેલાવાનો દર ઝડપથી વધ્યો છે, કારણ કે ગરમ અને ભેજ વાળી પરિસ્થિતિઓમાં મચ્છર ઝડપથી ફેલાઈ છે અને વધુ સમય ટકી રહે છે.
અર્થતંત્રને પણ ગંભીર અસર:
લેન્સેટના અહેવાલ મુજબ હીટ વેવને કારણે માત્ર માનવ સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ અર્થતંત્ર પર પણ ગંભીર અસર પડી રહી છે. ગરમીને કારણે લેબર પ્રોડક્ટીવીટી ઓછી થવાથી વર્ષ 2024 માં અંદાજે $1 ટ્રિલિયનનું નુકસાન થયું, જે કુલ વૈશ્વિક GDPના લગભગ 1% જેટલું છે.



