માત્ર 5 મિનિટનો સેલ્ફ રિવ્યૂ જીવનમાં લાવશે પરિવર્તન, PM મોદી અને વિરાટ કોહલી પણ કરે છે આ કામ | મુંબઈ સમાચાર

માત્ર 5 મિનિટનો સેલ્ફ રિવ્યૂ જીવનમાં લાવશે પરિવર્તન, PM મોદી અને વિરાટ કોહલી પણ કરે છે આ કામ

આજકાલની ભાગદોડભરી, સ્ટ્રેસથી ભરપૂર લાઈફમાં આપણને પોતાની જાત માટે વિચારવાનો મોકો જ નથી મળતો. તમે ક્યારેય આખો દિવસ પસાર થયા બાદ રાતે પાંચ જ મિનિટ શાંતિથી બેસીને એવું વિચાર્યું છે ખરું કે આજના દિવસમાં તમે શું કર્યું, શું વધારે સારું કરી શકાયું હોત? નહીં ને? પરંતુ શું તમને ખબર છે કે દરરોજના રાતના સમયે આ પાંચ મિનિટનો સેલ્ફ રિવ્યુ તમારા વિચારો, ભાવના અને નિર્ણયોને વધારે શ્રેષ્ઠ બનાવે છે? ચાલો તમને જણાવીએ કઈ રીતે-

શું છે આ સેલ્ફ રિવ્યૂ?

દરરોજ કંઈક નવું શિખવાની તક લઈને આવે છે. જો આપણે આખા દિવસના અનુભવો પરથી નહીં શિખીએ તો એ જ ભૂલો ફરી રીપિટ કરીએ છીએ. સેલ્ફ રિવ્યૂનો હેતુ જ એ છે કે પોતાની જાતને ઈમાનદારીથી સવાલ પૂછવા અને એના જવાબો શોધવા. આ માટે તમારે તમારી જાતને ત્રણ જ સવાલ પૂછવાના છે કે આજે તમે તમારું કેટલું બેસ્ટ આપ્યું? કંઈ એવું હતું કે જે વધારે સારું કરી શકાયું હોત? તમારી કોઈ આદત જે તમારે બદલવી જોઈએ?

આ પણ વાંચો: AI પાંચ વર્ષમાં ક્યા સેક્ટરની નોકરીઓ સાવ ખાઈ જશે ?

સફળ અને દિગ્ગજો પણ કરે છે સેલ્ફ રિવ્યૂ?

જી હા, તમને જાણીને લાગશે પણ આ હકીકત છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ક્રિકેટર વિરાટ કોહલી સહિતના દિગ્ગજો સેલ્ફ રિવ્યૂ કરે છે અને તેને પોતાના રૂટિનનો એક હિસ્સો બનાવે છે. વિરાટ કોહલીએ ખુદ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે દરેક મેચ બાદ હું મારી જાતને સવાલ કરું છું કે આજે શું વધારે સારું થઈ શક્યું હોત?

કઈ રીતે કરશો સેલ્ફ રિવ્યૂ?

સેલ્ફ રિવ્યૂ કઈ રીતે કરશો તો સૌથી પહેલાં તો રાતના સાંજે પાંચથી 10 મિનિટ પહેલાં શાંત જગ્યાએ બેસીને સેલ્ફ રિવ્યૂ કરો.

⦁ શું સવાલ પૂછશો?

રાતે શાંત જગ્યાએ બેસીને પોતાની જાતને સેલ્ફ રિવ્યૂ કરવા માટે કેટલાક સવાલો પૂછો. જેમાં દિવસભરના કામ, વિચારો અને લાગણીઓને લઈને સવાલ કરો અને એના ઈમાનદારીથી જવાબ આપો.

⦁ પોતાની જાતને દોષ ના આપો?

સેલ્ફ રિવ્યૂ કર્યા બાદ જ્યારે પોતાની ભૂલો અને ખામીઓ દેખાય તો પોતાની જાતને દોષ આપવાને બદલે તેના પર કામ કરો. પોતાની જાત પર કઠોર ન થતાં હળવાશથી કામ લો.

આ પણ વાંચો: દરરોજ ઉપયોગમાં લો છો પણ ભારતીય ચલણી નોટો પર છપાતી આ વસ્તુને ક્યારેય ધ્યાનથી જોઈ છે?

સેલ્ફ રિવ્યૂના સવાલો ભલે નાના, પણ ઉકેલ મોટા મોટા

સેલ્ફ રિવ્યૂના સવાલો ભલે નાના નાના હોય જેમ કે શું સારું કર્યું, ક્યાં ભૂલ થઈ, કાલે શું સુધારો લાવવાનો છે વગેરે વગેરે. પણ આ સવાલોના જવાબો તમારા જીવનના રસ્તા બદલી નાખે છે. જ્યારે તમે પોતાની જાતને પૂરેપૂરી ઈમાનદારીથી આ સવાલો પૂછશો તો તમારી અંદર રહેલો ડર, પસ્તાવો, ભ્રમ ધીરે ધીરે દૂર થાય છે. પોતાની જાત સાથેનો આ સંવાદ જ તમને એક સારા અને ઉમદા વ્યક્તિ બનવામાં મદદ કરશે.

ઓવરથિંકિંગ કરવાથી બચો

સેલ્ફ રિવ્યૂએ પોતાની જાતને સુધારવા માટે છે નહીં એકની એક વાત વિચારીને પોતાની જાતને થકવી દેવા માટે. સેલ્ફ રિવ્યૂ કરનારા લોકો ઈમોશનલી ખૂબ જ સ્ટ્રોન્ગ હોય છે અને તેમના નિર્ણયો ખૂબ મક્કમ, સ્પષ્ટ હોય છે અને તેઓ ધીરે ધીરે પોતાની આદત પર નિયંત્રણ મેળવે છે. આ નાનકડી આદત તમારા જીવનમાં ખૂબ મોટો ફેરફાર લઈને આવે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button