આજનું રાશિફળ (13-05-24): આ ત્રણ રાશિના જાતકો કરશે આજે નવા કામની શરુઆત, જાણી લો બાકીની રાશિના શું છે હાલ…

મેષઃ

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ બહાર કશે ફરવા જવાનો રહેશે. આજે તમે થોડો સમય મોજ મસ્તીમાં પસાર કરશો. માતાને લઈને તમે થોડા ચિંતિત રહેશો. આજે તમે કોઈનો પણ વિચાર કર્યા વિના આનંદ માણશો. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો એ પાછા મળવાની શક્યતા નહીંવત છે. બિઝનેસ કરી રહેલાં લોકો આજે કોઈને પાર્ટનર બનાવી શકે છે અને એને કારણે તમારો વ્યવસાય સારો ચાલશે. જો તમે કોઈ જગ્યાએ પૈસા રોકવા માંગો છો તો આજે તકમારપે તમારા ખર્ચમાં થોડો ઘટાડો કરવો જોઈએ.
વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટી સંબંધિત બાબતો માટે સારો રહેવાનો છે. પૈતૃક સંપત્તિને લઈને કોઈ કાયદાકીય કેસ ચાલી રહ્યો છે તો આજે તમને એમાં રાહત મળી રહી છે. ભાઈ-બહેન સાથે કોઈ મુદ્દે વાદ-વિવાદ થઈ શકે છે. બેન્કિંગ સેક્ટરમાં કામ કરી રહેલાં લોકોએ આજે ખૂબ જ સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ, નહીં તો છેતરાઈ જવાની શક્યતા છે. માતા-પિતા સાથે આજે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.
મિથુનઃ

આ રાશિના જાતકો આજે એવા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે લાંબા સમયથી પેન્ડિંગ પડ્યા છે. તમે પહેલાં કરતાં વધારે સારું પ્લાનિંગ કરશો. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસને લાગતા કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવા પડશે. આજે તમને કોઈએ કંઈ વાત કહી છે જેને કારણે તમે જીવનસાથી સામે ખોટું બોલશો અને એને કારણે ઘરમાં કલહ થશે, સંબંધમાં તિરાડ આવશે. આજે તમને તમારા પિતા વિશેની કોઈ વાત ખરાબ લાગી શકે છે.
કર્કઃ

કર્ક રાશિના જાતકોની બિઝનેસ સંબંધિત યોજનાઓ આજે વેગ પકડી રહી છે. આજે તમારે તમારો ખાલી પડેલો સમય અહીંયા ત્યાં પસાર કરશો તો તમારા કામ અટકી પડી શકે છે. નોકરી શોધી રહેલાં લોકોને આજે સારી નોકરી મળી શકે છે. સરકારી કામ કરી રહેલાં લોકોને આજે સારો એવો નફો મળી રહ્યો છે. નોકરીમાં પ્રગતિ કરી રહેલાં લોકોએ આજે એમની મહેનત કરવાનું ના છોડવું જોઈએ, નહીં તો તેમને ફાયદો નહીં થાય. પરિવારના સભ્યો સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજના બનાવશો.
સિંહઃ

સિંહ રાશિના જાતકોએ આજે વાણી અને વર્તન બંનેમાં મીઠાશ જાળવીને આગળ વધવાનો રહેશે. જીવનસાથી તરફથી કામકાજમાં આજે પૂરતો સહયોગ મળી રહ્યો છે. કામના સ્થળે આજે તમને તમારી મહિલા મિત્રો તરફથી થોડો લાભ થઈ રહ્યો છે. આજે તમને દરેક કામમાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. વરિષ્ઠ અધિકારી કે વડીલોની વાતનું પુરેપુરું માન જાળવી રાખો. આજે એવું કંઈ પણ ન બોલો કે જેનાથી તેમનું મન દુ:ખી થાય. જો નોકરી કરતા લોકો કોઈ પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારી રહ્યા હોય, તો તેઓ તેના માટે પણ સમય કાઢી શકશે.
કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ નવું કામ શરૂ કરવાનો રહેશે. સંતાનની કારકિર્દીને લઈને તમે થોડા ચિંતિત રહેશો. વેપાર કરી રહેલાં લોકોને આજે તેમના સહકર્મચારી તરફથી પૂરેપૂરો સાથ સહકાર મળી રહ્યો છે. આજે તમારે તમારા આસપાસના દુશ્મનોની પરવાહ કરવાનું ટાળવું જોઈએ. ભાડા પર રહેતાં લોકો આજે પોતાના નવા મકાનમાં શિફટ થઈ શકે છે. ભાગ્ય પર ભરોસો રાખીને આજે તમે કોઈ પણ કામ કરશો તો તેમાં ચોક્કસ જ સફળતા મળી રહી છે.
તુલાઃ

આજે તમે પ્રવાસ પર જઈ શકો છો. જો તમારે કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો તેમાં ધીરજ રાખો. મિલકત સંબંધિત કોઈ બાબતમાં છેતરપિંડી થવાથી તમે પરેશાન રહેશો. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમે પાર્ટીમાં મિત્રો સાથે થોડો સમય વિતાવશો. તમારા ભાઈ-બહેનો તમારી સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરી શકે છે, જેમાં તમે તેમને યોગ્ય સલાહ આપી શકો છો. કોઈપણ સરકારી યોજનામાં પૈસાનું રોકાણ કરવું તમારા માટે સારું રહેશે.
વૃશ્ચિકઃ

નોકરીની શોધમાં રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમને નવી નોકરી મળી શકે છે. તમારી આસપાસ રહેતા તમારા વિરોધીઓથી સાવચેત રહો અને તેમને કોઈ ગુપ્ત માહિતી ન આપો. તમે પરિવારના સભ્યો સાથે કોઈ શુભ પ્રસંગમાં હાજરી આપી શકો છો, જ્યાં તમે કેટલાક પ્રભાવશાળી લોકોને મળશો. તમારે કોઈ કામ માટે લાંબા અંતરની યાત્રા પર જવું પડી શકે છે. લવ લાઈફ જીવતા લોકો પોતાના જીવનસાથી પ્રત્યે સમર્પિત રહેશે. તમારે તમારી શારીરિક પીડાને અવગણવાની જરૂર નથી.
ધનઃ

ધન રાશિના રાજકારણમાં કામ કરતા લોકોને સાવધાનીથી આગળ વધવું પડશે. તમારા વિરોધીઓ તમારા કામ પર અસર કરી શકે છે. લાંબા સમય પછી તમારા મિત્રને મળીને તમે ખૂબ જ ખુશ થશો. તમારી યોજનાઓ સમજી વિચારીને બનાવો. જો તમારી કોઈ કાયદાકીય બાબતમાં લાંબા સમયથી વિવાદ હતો, તો તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈએ. આજે નવું વાહન ખરીદવાનું વિચારી રહેલાં લોકોનું સપનું સાકાર થઈ રહ્યું છે.
મકરઃ

આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારે પારિવારિક સંબંધોમાં તિરાડનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારા સાસરિયાં તરફથી કોઈને કોઈ ગુપ્ત માહિતી ન આપો. તમારા જીવનસાથી તમારી સમસ્યાઓ હલ કરવામાં તમારી મદદ કરશે. વ્યવસાયમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપો છો, તો તેને સંપૂર્ણ વાંચીને આપો. મિત્રો સાથે આનંદમાં થોડો સમય વિતાવશો.
કુંભઃ

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચાળ સાબિત થવાનો છે. તમારા ખર્ચમાં તો વધારો થશે, પણ તમારી આવક મર્યાદિત રહેશે, એટલે તમારે તમારી આવક વધારવા પર ખાસ ધ્યાન આપવું પડશે. તમારે બહારના લોકોથી અંતર જાળવી રાખવું જોઈએ અને તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ તમારા માટે માથાનો દુખાવો બની જશે. તમારે તેમનાથી દૂર રહેવાનો પ્રયાસ કરવો પડશે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવા માગે છે તેઓએ તેમની મહેનતમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં.
મીનઃ

મીન રાશિના જાતકોએ આજે પોતાના કામ સમયસર પૂરા કરવા પજશે. આજે તમારે કોઈ પણ બહારના વ્યક્તિ વિશે કંઈક પણ ના બોલવું જોઈએ. આજે તમે કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શકો છો. પરિવારના સભ્યો પાસે આજે તમે જૂઠું બોલશો. કામના સ્થળે આજે તમારે કોઈ પણ ફેરફાર કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારી યોજના પર એની અસર જોવા મળશે. ભૂતકાળની ભૂલ માટે આજે તમારે ઉપરી અધિકારી પાસે માફી માંગવી પડશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.