સ્પેશિયલ ફિચર્સ

દીકરીએ કોરિયન હાર્ટ બનાવ્યું, પિતાને લાગ્યું કે પૈસાની જરૂર છે અને… પિતા-પુત્રીનો આ ક્યુટ વીડિયો થયો વાઈરલ

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને અને દરરોજ સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર બાપ-દીકરીના પ્રેમની અભિવ્યક્તિ કરતો આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

નેટિઝન્સ પિતાની નિર્દોષતા જોઈને એકદમ ભાવુક થઈ ગયા હતા અને આ વીડિયો પર જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ચાલો જોઈએ શું છે બાપ-દીકરીના વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં ખાસ…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક દીકરી ટ્રેનમાં ચઢીને પ્લેટફોર્મ પર ઉભા રહેલાં તેના પિતાને બાય બાય કરી રહી છે અને દીકરી પિતાને અંગૂઠો અને પહેલી આંગળીને ભેગી કરીને કોરિયન હાર્ટની ઈમોજી દેખાડે છે.

આપણ વાચો: મગજ મંથન : દફતરના ભાર સિવાય બીજો ઘણો બધો ભાર વિદ્યાર્થી ઉપર છે

પરંતુ પિતા તો પિતા હોય છે. પિતા આજના જમાનાની ઈમોશન્સ એક્સપ્રેસ કરવાની આ રીત સમજી શક્યા નહીં અને તેમને લાગ્યું કે તેમની લાડકવાયી દીકરીને પૈસાની જરૂર છે એટલે તરત જ ખિસ્સામાંથી પૈસા કાઢીને આપવા લાગે છે.

ટ્રેન ચાલુ થવા લાગતાં પિતા ઝડપથી ખિસ્સામાંથી સો-બસ્સો એમ કરીને પાંચસો રૂપિયા દીકરીના હાથમાં ટેકવીને, ધ્યાન રાખવાનું જણાવીને તેને બાય બાય કહે છે. પિતા અને પુત્રી વચ્ચેની આ ક્યુટ મોમેન્ટે નેટિઝન્સના હાર્ટ ચોરી લીધા હતા. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

આ વાઈરલ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે એ તો જાણી શકાયું નથી પરંતુ પિતા-પુત્રીના વ્હાલની સાક્ષી પૂરતો આ વીડિયો નેટિઝન્સના દિલ ચોક્કસ જિતી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. નેટિઝન્સ પણ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને પ્રતિક્રિયા આપી રહ્યા છે કે પિતા તો પિતા હોય છે તેમને ક્યાં આ આજના જમાનાની પ્રેમની અભિવ્યક્તિના માધ્યમનો ખ્યાલ હશે. નેટિઝન્સ તો એવું પણ કહી રહ્યા છે કે કદાચ આપણે લાસ્ટ જનરેશન હોઈશું કે જેમનો પોતાના માતા-પિતા સાથે આવો ક્યુટ બોન્ડ હશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button