અહીં નદીમાંથી હીરા મેળવીને લોકો બની રહ્યા છે Crorepati…

દરેક વ્યક્તિના મનના કોઈ ખૂણે એવી ઈચ્છા તો હોય જ છે કે તે કરોડપતિ હોય, તેની પાસે એટલો પૈસો હોય કે તે અને તેની આગામી પેઢીઓ આરામથી બેસીને ખાય તો ય પૈસો ના ખૂટે. પરંતુ લાખ રૂપિયાનો સવાલ તો એ છે કે આખરે કરોડપતિ બનવું કઈ રીતે? આજે અમે અહીં એક એવો ઉપાય લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે કરોડપતિ બની શકો છો અને આ ઉપાય માટે તમારે ક્યાંય દૂર જવાની જરૂર નથી. ચાલો જોઈએ શું છે આ આ ઉપાય…
વાત જાણે એમ છે કે એક નદી તમને કરોડપતિ બનાવવવા માટે સક્ષમ છે અને એ પણ ભારતમાં જ વહેતી નદી. આ નદીમાં હીરા વહીને આવે છે અને આવું અમે નહીં પણ આ નદીની આસપાસમાં આવેલા ગામના ગામવાસીઓ કહી રહ્યા છે. ગામવાસીઓમાંથી કેટલાક લોકોને હીરા મળ્યા પણ છે.
કોઈ પણ નદીમાં હીરો મળવું એ કૂબ જ મોટી વાત છે, પણ આજે આપણે અહીં જે નદી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એ નદીમાંથી હીરાઓ મેળવીને કેટલાય લોકો માલામાલ થઈ ગયા છે. હવે તમને પણ થઈ ગયું હશે ને કે આખરે આ નદી ક્યાં આવેલી છે? અને તેમાંથી કઈ રીતે હીરાઓ મળે છે, એની પાછળનું કારણ શું છે? ચાલો તમને એ વિશે જણાવીએ-
આ નદી બુંદેલખંડના પન્ના જિલ્લામાં આવેલી છે. અજયગઢ તહેસીલમાંથી નીકળનારી રૂન્ઝ નદીની વાત થઈ રહી છે. ગ્રામીણ લોકોની એવી માન્યતા છે કે ચોમાસામાં આ નદીમાં પૂર આવે છે ત્યારે તેમાં હીરા પણ વહી આવે છે. આ જ કારણ છે કે દર વર્ષે ચોમાસાની ઋતુમાં લોકો નદી કિનારે હીરા શોધતા જોવા મળે છે.
આ પણ વાંચો : ભારતના રૂ. 100 અહીં બની જાય છે રૂ. 18,000, ફરવા માટે છે સ્વર્ગ સમાન, આજે જ બનાવો પ્લાન…
હવે તમને એવો સવાલ થઈ રહ્યો હશે કે આખરે કોને હીરો મળ્યો છે તો તમારી જાણ માટે છેલ્લે બે વર્ષ પહેલાં એક ખેડુતને 72 કેરેટનો હીરો મળી આવ્યો હતો અને આ સમાચાર આગની જેમ ફેલાઈ જતા અનેક લોકો અહીં હીરો શોધવા માટે પહોંચી ગયા હતા. વન વિભાગ દ્વારા ગ્રામીણોને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં લોકો ચોરી છૂપે અહીં પહોંચી જાય છે.