Ground પર Match દરમિયાન Cricketer’sને આપવામાં આવતા Energy Drinkમાં શું હોય છે?
ભારતમાં ક્રિકેટ એ એક એવી રમત છે કે જેમાં નાના બાળકોથી લઈને મોટા તમામને ખૂબ જ પસંદ છે, એમાં પણ અત્યારે તો Cricketનો કુંભમેળો IPL ચાલી રહ્યો છે. ક્રિકેટપ્રેમીઓ પોતાની ફેવરેટ ક્રિકેટર અને ટીમને સપોર્ટ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે ક્રિકેટર્સને મેચ દરમિયાન જે ડ્રિન્ક આપવામાં આવે છે એમાં શું હોય છે? કે પછી તેઓ મેચ દરમિયાન શું ખાય છે, પીએ છે…ચાલો આજે તમને જણાવીએ…
તમારી જાણ માટે કે ક્રિકેટ મેચ દરમિયાન બધી વસ્તુઓ ખાવા-પીવાની પરવાનગી નથી હોતી. મેચ દરમિયાન ખેલાડી કોઈ પણ દેશનો હોય પણ એને ખૂબ જ એનર્જી અને ફિટ રહેવાની જરૂર હોય છે. પણ મેચ દરમિયાન ખેલાડીઓ શું મીલ લે છે? મળી રહેલી માહિતી પ્રમાણે મેચ દરમિયાન નાસ્તા અને બપોરના લંચમાં વધુ ખાવાની પરવાનગી નથી હોતી.
સામાન્યપણે ક્રિકેટર્સને મેચથી પહેલાં ખેલાડીઓને સવારે નાસ્તામાં બ્રાઉન બ્રેડ, પ્રોટીન બાર, કેળા અને એની સાથે પીનટ બટર આપવામાં આવે છે. જ્યારે બપોરે લંચમાં તેમને કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનથી ભરપૂર ભોજન આપવામાં આવે છે, જેથી તેમનું ભોજન ખૂબ જ સારી રીતે પચી જાય છે. આને કારણે ખેલાડીઓને દોડવામાં કે ફિઝિકલ એક્ટિવિટીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી નથી. ટેસ્ટના મેચમાં ખેલાડીઓને બાફેલું ચિકન, સલાડ, બ્રાઉન રાઈસ, પ્રોટીન બાર અને શાક આપવામાં આવે છે.
મેચ દરમિયાન તમે જોયું હશે કે ડ્રિંક બ્રેક થાય છે પણ શું તમને ખબર છે કે ડ્રિંક બ્રેકમાં આખરે ખેલાડીઓને કેવું અને કયું ડ્રિંક આપવામાં આવે છે? મળતી માહિતી મુજબ ખેલાડીઓ પોતાની જાતને હાઈડ્રેટ રાખવા માટે આશરે 3 લિટર જેટલું પાણી પીવે છે અને બ્રેક દરમિયાન ખેલાડીઓને સ્પોર્ટ્સ ડ્રિંક, ઈલેક્ટ્રોલાઈટ ડ્રિંક, નાળિયેર પાણી પીવે છે. આ ડ્રિંકમાં સોડિયમ, પોટેશિયન અને શુગર જોવા મળે છે. આ સિવાય કેટલાક ડ્રિંકમાં પ્રોટીન પણ હોય છે.