કાર્ડનો PIN નંબર કયો રાખવો અને કયો નહીં? આ 5 ભૂલો ન કરતા, નહીંતર ખાતું થઈ જશે ખાલી…

આપણામાંથી અનેક લોકો બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા કે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે, આ જ રીતે ક્રેડિટ કાર્ડની મદદથી પણ પેમેન્ટ કરવું સરળ બની જાય છે. જોકે, આ બધા કાર્ડ્સને જે સુરક્ષિત રાખે છે એ ચાવી છે પિન (PIN)નંબર. આ પીનનું સુરક્ષિત રહેવું ખૂબ જ જરૂરી હોય છે અને તે નબળા ના હોવા જોઈએ. આજે અમે અહીં તમને જણાવીશું કે તમારે તમારા કાર્ડ માટે કેવી પીન રાખવા જોઈએ અને કેવા પીન ના રાખવા જોઈએ-
આપણામાંથી ઘણા લોકો કાર્ડ્સ માટે એવા પીન નંબર બનાવે છે જેને યાદ રાખવા માટે સરળ રહે છે. પરંતુ આ સરળ પીન રાખવાની ભૂલ જ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. જો તમારા કાર્ડના પીન પણ આવા જ હોય તો તરત જ બદલી નાખો. આવા પીન તમને પારાવાર નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે ડેટા લીક થવા જેવી પરિસ્થિતિમાં અટેકર્સ સીધેસીધું તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે.
સિમ્પલ સિક્વેન્શિયલ નંબર જેવા કે 1234, 1111, 2222, 3333, 0000, 4321, 1212, 1122 કે પછી પછી બર્થડે કે પછી બર્થ યર જેવા પાસવર્ડ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. ઘણા લોકોને સરળતાથી અંદાજો લગાવી શકાય એવા નંબર્સ જેમ કે મોબાઈલ નંબરના છેલ્લાં ચાર નંબર, ગાડીનો નંબર, આઈડી કે પછી આધારકાર્ડના નંબર્સ વગેરે પણ કાર્ડના પીન તરીકે રાખે છે.
સાઈબર સિક્યોરિટી રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ કો કેટલાક નંબર્સ એવા પણ છે કે દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પીન નંબર છે અને આ પીન નંબર ગણતરીની સેકન્ડમાં ક્રેક કરી શકાય છે એટલે આવા નંબર્સને પીન બનાવવાનું ટાળો.
તમે સેફ પીન કઈ રીતે જનરેટ કરી શકો છો એની વાત કરીએ તો હંમેશા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડને પિનને રેન્ડમ નંબર્સના કોમ્બિનેશન સાથે બનાવો. બર્થડે અને ફોન નંબરને તો ભૂલથી પણ પીન ના બનાવો. આ સિવાય દર થોડાક સમયે તમે થોડા પીન નંબર બદલતા રહો
આ પણ વાંચો…SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટા સમાચાર: 16 સપ્ટેમ્બરથી આ નિયમ બદલાશે, જાણો શું થશે અસર?