સ્પેશિયલ ફિચર્સ

દુનિયાનો એવો દેશ જ્યાં ઇન્ટરનેટ જ નથી! જાણો કેવી રીતે ચાલે છે અહીંના લોકોનું ગુજરાન…

હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને? આપણે અહીંયા થોડાક સમય માટે વાઈફાઈ કે ઈન્ટરનેટ બંધ થઈ જાય તો આપણે વિચારીએ છીએ કે અરે આ શું થયું, હવે કામ કેવી રીતે થશે વગેરે વગેરે. પણ દુનિયામાં એક એવો દેશ પણ છે કે જ્યાં ઈન્ટરનેટ જ ના હોય તો માનવામાં આવે ખરું?

આપણે આપણી રોજબરોજની જિંદગીમાં ઓનલાઈન શોપિંગ, પેમેન્ટ સહિતના નાના મોટા કામ માટે ઈન્ટરનેટની જરૂર પડે છે ત્યારે એવો તે કયો દેશ છે કે જ્યાં ઈન્ટરનેટ જ નથી, ચાલો જાણીએ આ દેશના લોકો કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે.

અહીં જે દેશની વાત થઈ રહી છે એનું નામ છે એરિટ્રિયા. એરિટ્રિયા પૂર્વ આફ્રિકામાં આવેલો દેશ છે અને ઈન્ટરનેટ કનેક્શન ખૂબ જ ઓછું છે કે પછી એકદમ નહીં બરાબર જ છે. આ દેશમાં મોબાઈલ ડેટા છે જ નહીં, અહીં લોકો માટે કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે એટીએમ જેવી સુવિધા છે જ નહીં.

એરિટ્રિયા હોર્ન ઓફ આફ્રિકાનો એક નાનકડો દેશ છે જે પોતાની સીમા ઈથોયોપિયા, સુડાન અને જિબૂતી સાથે શેર કરે છે. આખી દુનિયા ટેક્નોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે અને ત્યાં એરિટ્રિયા એક જ એવો દેશ છે જ્યાં ઈન્ટરનેટ જ નથી. એક અભ્યાસ અનુસાર દેશની એક ટકા વસતીએ જ ક્યારેક ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો છે. અહીં ઈન્ટરનેટની સ્પીડ 2-જી કરતાં પણ ઓછી છે.

વાત કરીએ કે અહીં ઈન્ટરનેટ કેમ નથી એની તો આનું કારણ અહીંનું રાજકીય અને આર્થિક માહોલ છે. આ દેશને સામાન્યપણે આફ્રિકાનું ઉત્તર કોરિયા તરીકે ઓળખવામાં આવે છે અને તે પોતાની કઠોર તાનાશાહીને કારણે જાણીતું છે.

eritrea (unicef)

અનિવાર્ય સૈન્ય સેવા એરિટ્રિયાના શાસનનું મૂળભૂત પાસું છે. આનું અસર રોજબરોજના જીવન પર અસર જોવા મળે છે અને ઈન્ટરનેટ સુધી પહોંચ તેમની આઝાદીને મર્યાદિત કરે છે.

એરિટ્રિયા આટલા કડક ઈન્ટરનેટ નિયમવાળો એકમાત્ર એવો દેશ છે આ સિવાય અનેક વિકાસશીલ દેશોમાં પણ કિંમત અને કનેક્ટિવિટી સાથે સંકળાયેલી સમસ્યાઓ છે. જોકે, ત્યાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મોટા પાયે ઉપલબ્ધ છે, અને મોટાભાગના દેશને ઓછામાં ઓછી મૂળભૂત મોબાઈલ ડેટા કનેક્શન તો આપે જ છે.

એરિટ્રિયાની આ ખાસ પરિસ્થિતિ ઈન્ટરનેટની આઝાદીનું મહત્ત્વ સમજાવે છે. ઈન્ટરનેટની આઝાદી આજના સમયની પ્રગતિની મોટી તાકાત છે. આ સ્થિતિ ડિજિટલ પહોંચ પર સરકારી પ્રતિબંધો સાથે જોડાયેલા જોખમોને ઉજાગર કરે છે.

આ પણ વાંચો…સેકન્ડહેન્ડ સામાન ખરીદવામાં ઓસ્ટ્રેલિયા પહેલા નંબરે, જાણો ભારત કેટલામાં સ્થાને…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button