મંદિરમાં દીવો કરવાની સાચી દિશા કઈ, શું ભગવાનની સામે દીવો કરવો યોગ્ય છે? જાણો શું કહે છે નિષ્ણાતો…

હિંદુ ધર્મમાં પૂજા-પાઠનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે, પરંતુ ઘણી વખત લોકોને મંદિર કે પૂજા-પાઠના રીત-રિવાજોને લઈને કન્ફ્યુઝન થાય છે. આ સમયે જાણતાં-અજાણતામાં એવી ભૂલો થઈ જતી હોય છે જેનાથી પૂજા-પાઠનું પૂરતું ફળ મળતું નથી.
આજે આપણે અહીં વાત કરીશું આવી જ એક મૂંઝવણ વિશે કે જે મોટાભાગના લોકોને સતાવે છે અને આ સમસ્યા એટલે પૂજા ઘરમાં દીવો દેવી-દેવતાઓની મૂર્તિની એકદમ સામે મૂકીએ છીએ તો એ યોગ્ય છે કે નહીં અને મંદિરમાં દીવો મૂકવાની સાચી દિશા કઈ છે? જો તમને પણ આ સવાલ સતાવતો હોય તો આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જજો…
કઈ દિશામાં કરવો જોઈએ દીવો?
પૂજા કરતી વખતે આપણને ઘણી વખત મૂંઝવણ થાય છે કે આખરે આરતી કે પૂજા બાદ દીવો ક્યાં મૂકવો જોઈએ? શું ભગવાનની એકદમ સામે દીવો મૂકવો યોગ્ય છે. જોકે, વાત કરીએ દીવો મૂકવાની યોગ્ય દિશા વિશે તો દીવો હંમેશા ઈશાન દિશામાં પ્રગટાવવો જોઈએ.
શું છે માન્યતા?
મંદિરમાં દીવો આ દિશામાં પ્રગટાવવા આ પાછળની એક સર્વ સામાન્ય માન્યતા એવી છે કે આ દિશામાં દેવી દેવતાઓનો વાસ હોય છે. આવી સ્થિતિમાં આ દિશામાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મૂર્તિની એકદમ સામે કે થોડો ડાબી બાજુએ પ્રગટાવવો જોઈએ. જોકે, એક વાતનું ખાસ ધ્યાન રાખો કે દીવો મૂર્તિથી 10-12 ઈંચ દૂર જ હોય.
આ દિશામાં ભૂલથી પણ ના કરતાં દીવો
દીવો કરવાની સાચી દિશા વિશે વાત કરી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ કે કઈ દિશામાં દીવો બિલકુલ ના કરવો જોઈએ. દીવો ક્યારે દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ના પ્રગટાવવો જોઈએ, આ દિશામાં દીવો કરવાનું બિલકુલ શુભ માનવામાં નથી આવતું. આ જ કારણ છે કે ભૂલથી પણ આ બે દિશામાં ક્યારેય દીવો ના પ્રગટાવવો જોઈએ.
આ વાતોનું પણ રાખો ખાસ ધ્યાન
મંદિરમાં દીવો કર્યા બાદ કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમ કે દીવો પ્રગટાવ્યા બાદ સીધો તેને કપડાં પર ના મૂકો અને આ માટે પ્લેટનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત જો તમે ઈચ્છો તો દીવો કોઈ એવી જગ્યાએ પણ રાખી શકો છો કે જ્યાં કોઈ દુર્ઘટના થવાની શક્યતા ના હોય. હંમેશા પ્રયાસ કરો કે દીવો સાફ-સુથરો હોય અને તેમાં વાપરવામાં આવનારું તેલ અને ઘી પણ ચોખ્ખું જ હોય.
આ પણ વાંચો…સર્વ કષ્ટ હરશે મા મહાગૌરી! અષ્ટમી પર દુર્ગાના આ સ્વરૂપની પૂજા અને હવનથી ભક્તોને મળે છે અખૂટ ધન-વૈભવ