સ્પેશિયલ ફિચર્સ

વૃદ્ધાવસ્થાને રોકવામાં મદદરૂપ થશે આ કાળું પીણું! અમેરિકાના સંશોધનમાં થયો ખુલાસો…

સવારે કોફી સાથે અનેક લોકોના દિવસની શરૂઆત થાય છે. કેટલાક લોકો વહેલી સવારે કોફી પીવાનું પસંદ કરે છે, તો અનેક લોકો એવા છે કે, જેઓ સાંજે થાક ઉતારવા માટે કોફી પીતા હોય છે. પરંતુ કોફી તેના કરતા પણ વધારે ફાયદાકારક છે. એક સંશોધનમાં એવું સાબિત થયું છે કે, કોફીનું સેવન વૃદ્ધાવસ્થાને રોકવામાં પણ ચમત્કારિક સાબિત થઈ શકે છે. ચાલો આ મામલે એક સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં કોફીને લઈને ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યાં છે.

નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થના સંશોધનમાં થયો ખુલાસો

કોફીના ફાયદા અંગે અમેરિકાની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ નામની સંસ્થાએ સંશોધન કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે. એનઆઈએએચના રિપોર્ટ પ્રમાણે કોફીમાં રહેલા કેટલાક સંયોજનો વૃદ્ધત્વને ધીમું કરી શકે છે. કારણ કે, કોફી શરીરના સોજાને ઓછો કરે છે અને કોશિકાઓને ઓક્સીડેટિવ દ્વારા થતા નુકસાનથી ફણ બચાવે છે. ઓક્સીડેટિવ માણસના વૃદ્ધ થવાનું મોટું કારણ છે. જેને કોફી નષ્ટ કરે છે. કોફીમાં પોલીફેનાલ્સ અને ક્લોરોજેનિક એસિડ રહેલું હોય છે. જે મુક્ત રેડિકલને બેઅસર કરવામાં મદદ કરે છે. આ એજ કોશિકાઓ છે કે, જે વ્યક્તિને વૃદ્ધ કરવામાં અને ડીએનએને નુકસાન કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે.

કોફીમાં રહેલ એટીઓક્સીડેન્ટ ચામડીના કોલેજનની રક્ષા કરે છે

સોજો આવતો એ વૃદ્ધત્વની પ્રક્રિયાનું સૌથી મોટું કારણ સાબિત થયેલું છે. પરંતુ કોફીમાં કેફીન, ક્લોરોજેનિક એસિડ અને અનેક પોલીપેનોલ્સ જેવા બાયોએક્ટિવ સંયોજનો રહેલા છે. કોફીના કારણે તત્વે સી-રિએક્ટિવ પ્રોટીન જેવા સૂજનના માર્કનને ઓછો કરવામાં મદદ કરે છે. આ સાથે કોફીમાં રહેલા એટીઓક્સીડેન્ટ ચામડીના કોલેજનની સુરક્ષા કરી શકે છે. કોલેજનનું મુખ્ય કાર્ય ત્વચાને શખત અને જવાન રાખવાનું છે. આ સાથેફોટોજિંગ ઘટાડી શકે છે અને યુવી કિરણોના સંપર્કમાં આવવાથી ઓક્સિડેટીવ તણાવને પણ ઓછો કરી શકે છે.

અનેક પ્રકારના કેન્સરનો ખતરા ઓછા થઈ જાય છે

આ સંશોધન પ્રમાણે એવું જાણવા મળ્યું કે તે લોકો નિયમિત રીતે કોફીનું સેવન કરે છે તેમને હૃદય રોગ, અલ્ઝાઇમર, ટાઈપ 2 ડાયાબિટીસ અને અનેક પ્રકારના કેન્સરના ખતરાને ઓછો પણ કરે છે. આ સાથે રોજ કોફી પીવાના કારણ અલ્ઝાઇમર અને પાર્કિન્સન જેવી ન્યૂરોડિજનરેટિવ બિમારીઓનો ભય પણ ઓછો થાય છે. જે વધતી ઉંમરે પણ મગજના કાર્યોને વધુ સારા રાખવામાં મદદ કરે છે. એક રીતે જોવા જઈએ તો કોફી આપણાં શરીર માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થાય છે.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, કેફીન ઓટોફેજીને ઉત્તેજિત કરે છે, જે એક કુદરતી સ્વ-ખોરાક પ્રક્રિયા છે જેમાં શરીર ક્ષતિગ્રસ્ત કોષો અને તેમના ભાગોને સાફ કરે છે અને રિસાયકલ કરે છે, જેનાથી મિટોકોન્ડ્રિયા ( જેને કોષોની ઊર્જા ફેક્ટરીઓ કહેવામાં આવે છે) ના કાર્યમાં સુધારો થાય છે. વૃદ્ધત્વ પ્રક્રિયા ધીમી કરવા માટે આ જરૂરી છે.

આ પણ વાંચો…કોફીમાં સોલ્ટ? ? સોશિયલ મીડિયાના આ ટ્રેન્ડ પાછળ શું છે વિજ્ઞાન?

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button