મેટિનીસ્પેશિયલ ફિચર્સ

ક્લેપ એન્ડ કટ..! : અરે બાંગડુ , કિશોર કુમારના રોલમાં આમિર ખાન?!

-સિદ્ધાર્થ છાયા

પહેલા સિક્વલ, પછી રિ-મેકસ અને બાદમાં યુનિવર્સ… બોલિવૂડમાં નવી વાર્તાઓ અને રસપ્રદ વિષયોનો ભીષણ દુષ્કાળ ચાલી રહ્યો છે તે સાબિત થઇ ચૂક્યું છે. આ બધામાં એક ખાસ પ્રકારની ફિલ્મો વારંવાર આવે છે તે છે બાયોપિક્સ. બોલિવૂડે અત્યાર સુધી અનેક બાયોપિક્ આપી છે અથવા તો આપણે માથે મારી છે. અક્ષય કુમારને તો બાયોપિક્સનો ‘રાજા’ પણ કહેવામાં આવે છે.

જોકે, બાયોપિક્માં તેના મુખ્ય પાત્ર અને કલાકાર સાથે કોઈ મેળમિલાપ હોય કે નહીં? અનુરાગ બાસુ લેજન્ડરી કિશોર કુમાર પર બાયોપિક બનાવી રહ્યા છે એવી વાત આપણે વર્ષોથી સાંભળી રહ્યા છીએ. હજી થોડા મહિના પહેલાં કિશોર કુમાર તરીકે રણબીર કપૂર હશે એવી આપણને ખબર હતી. ‘સંજુ’માં સંજય દત્તને અદલોઅદલ ઉપસાવવાને કારણે રણબીર અહીં ‘કિશોરદા’ને ન્યાય આપશે જ એવો વિશ્ર્વાસ હતો.

હવે એક નવા ફણગા અનુસાર અનુરાગ બાસુ કિશોર કુમાર તરીકે આમિર ખાનને લેવા માગે છે. અનુરાગ બાસુ ‘ટી-સિરીઝ’ના ભૂષણકુમાર સાથે મળીને આ બાયોપિક બનાવે છે અને ‘કિશોરદા’ના રોલ માટે એમણે આમિર સાથે ચર્ચા પણ કરી લીધી છે. અનુરાગભાઈનું કહેવું છે કે ભૂષણકુમારના અને એમનો આ પ્રિય પ્રોજેકટ છે અને ખુદ આમિર પણ કિશોર કુમારનો બહુ મોટો પ્રશંસક હોવાથી અમે એના નામ ઉપર વિચાર કરી રહ્યા છીએ.

કિશોર કુમાર આજે પણ કોના પ્રિય નથી? એમના જબરા પ્રશંસકો આજે પણ ઘેરઘેર જોવા મળે છે. ઇવન, આજની પેઢી પણ એમની ચાહક છે તો શું આ બધા કિશોર કુમારના રોલ માટે આમિરને પસંદ કરશે? ચાલો, મેકઅપની મદદથી આમિરને કિશોર કુમાર જેવો દેખાડી શકશો, પણ દાદાની એ લાક્ષણિક ચાલઢાલ, એમની બોલવાની છટા, એમનાં નખરાં, એમનાં તોફાન, ઈત્યાદિને આમિર પોતાનામાં ઢાળીને પરદા પર પેશ કરી શકશે? આની સામે હમણાં તો બડો પ્રશ્ર્નાર્થ ખડો છે..

બાય ધ વે, અહીં શીર્ષકમાં વપરાયેલો ‘બાંગડુ’ શબ્દ બંગાળમાં બહુ પ્રચલિત છે, જેનો અર્થ છે ‘દોસ્ત-જિગરી દોસ્ત’ અને ફિલ્મ ‘પડોસન’માં કિશોરકુમાર એના સંવાદમાં જબરા લહેકાથી આ ‘બાંગડુ’ શબ્દ વારંવાર વાપરે છે !

એકતા કપૂરની ‘ગંદી બાત’ કાયદાકીય સકંજામાં …

સ્ટ્રીમિંગ એપ્સના જમાનામાં અમુક એપ્સ અનોખું સ્થાન ધરાવે છે. આવી એપ્સ પોતાના અદ્ભુત ક્ધટેન્ટ માટે નહીં, પણ એમના દ્વારા પીરસવામાં આવતા એડલ્ટ ક્ધટેન્ટને કારણે ‘લોકપ્રિય’ હોય છે. આવી જ એક એપ છે

ભારતમાં ઘણીબધી એડલ્ટ વેબસિરીઝ ચાલી રહી છે અને તેમાંથી એક સિરીઝ છે ‘ગંદી બાત’. આ સિરીઝના એક એપિસોડમાં એવું કહેવામાં આવે છે કે સગીરવયની ક્ધયાઓ ‘વાંધાજનક દ્રશ્યો’ ભજવતી જોવા મળી હતી. આ વાતને લઈને મુંબઈ પોલીસે એકતા કપૂર અને શોભા કપૂરની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ એમના પર ‘પોસ્કો’ એક્ટ લાગુ પાડીને ફરિયાદ નોંધી છે.

આ વિવાદાસ્પદ દ્રશ્યો ધરાવતી સિરીઝના એ એપિસોડ્સ ફેબ્રુઆરી અને એપ્રિલ ૨૦૨૧ વચ્ચે પ્રસારિત થયા હતા.

જોકે, અહિં Balajiએ આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે એકતા કપૂર – શોભા કપૂર આ એપના દરરોજનાં કાર્યોમાં હસ્તક્ષેપ કરતા નથી અથવા તો તેમાં જોડાયેલા હોતા નથી. એમની આ દલીલ કોર્ટમાં ટકે એવું લાગતું નથી, કારણકે છેવટે તો આ બંને આ એપના માલિક છે અને આથી સઘળી જવાબદારી હરીફરીને એમની જ ગણાય. હા, એ ખરું કે અત્યાર સુધી કોઈ રોકટોક વગરે અહીં ઇફહફષશનો એડલ્ટ ક્ધટેન્ટનો ઘોડો દોડી રહ્યો હતો. હવે તેના પર લગામ જરૂર કસાઈ જશે.

એનું અભિમાન હજી ઊતરતું નથી

‘આદિપુરુષ’ જેવો હથોડો દર્શકોના માથે માર્યા છતાં તેના ડાયરેક્ટર ઓમ રાઉતનું અભિમાન જેમનું તેમ છે. આ ઓમ રાઉત આજકાલ ફિલ્મની ક્વોલિટી નહીં, પરંતુ બોક્સ ઓફિસ કલેક્શનની ક્વોન્ટીટી પર ગર્વ લઇ રહ્યા છે.

‘આદિપુરુષ’ના બેડોળ કાસ્ટિંગથી માંડીને સ્ટોરીની ઢીલી રજૂઆત સુધીના તમામ ડિપાર્ટમેન્ટમાં માર ખાઈ ચૂકેલા ઓમ રાઉતે હાલમાં એક પોડકાસ્ટમાં કહ્યું છે કે ‘છેવટે તો બોક્સ ઓફિસ કલેક્શન જ મેટર કરે છે.’ આમ કહીને ઓમભાઈએ ભારત અને વિદેશમાં ફિલ્મે પહેલા દિવસે કેવી તગડી કમાણી કરી અને ફિલ્મ નુકસાનમાં નથી ગઈ એવી આંબલી-પીપળી આપણને જ નહીં, પોતાની જાતને પણ દેખાડી દીધી હતી.

દરેક શોમાં હનુમાનજી માટે એક સીટ ખાલી રાખવા થિયેટર માલિકોને વિનંતી કરનાર ઓમ રાઉતે આ પ્રકારે પોતાની નબળી ફિલ્મનો હજુ પણ બચાવ કરવાનું છોડ્યું નથી..

‘મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી’ એ કહેવત કોઈએ એને સંભળાવવી જોઈએ..

કટ એન્ડ ઓકે

મારા દર્શકો પ્રત્યે મારી કોઈ જવાબદારી છે કે નહીં?’

  • અનીલ કપૂર ‘પાનમસાલા’ની એડ માટે ૧૦ કરોડનો કોન્ટ્રેક્ટ નકારતી વખતે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button