2023ની ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની યાદીમાં બેંગકોકને પાછળ છોડી બાજી મારી આ શહેરે…
ટ્રાવેલિંગ એ એક થેરેપી સમાન છે અને ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જે ટ્રાવેલિંગથી બોર થતી હશે. ભારત સહિત દુનિયાભરમાં કંઈ કેટલીય એવી જગ્યાઓ છે કે જે પોતાની સુંદરતા માટે જાણીતી છે. આ સ્થળો પર લોકલથી લઈને વિજેશી નાગરિકોની ભીડ પણ જોવા મળે છે.
2023નું વર્ષ જ્યારે વિદાય લઈ રહ્યું છે ત્યારે દર વર્ષે ઈન્ટરનેશનલ ટ્રાવેલ એજન્સીઓ દ્વારા એવા ટ્રાવેલ ડેસ્ટિનેશન વિશે ખુલાસો કરવામાં આવે છે કે જ્યાં લોકો સૌથી વધુ પ્રવાસ કરતાં હોય છે. અહીંયા તમારી જાણ માટે આ એજન્સી દ્વારા આખા વર્ષ માટે એ વાતનો ટ્રેક રેકોર્ડ રાખવામાં આવે છે કે દુનિયાભરમાં કયા કયા દેશમાં સૌથી વધુ લોકો ફરવા માટે આવે છે.
હવે ફરી એક વખત સૌથી વધુ પર્યટકો ફરવા આવ્યા હોય એવા ટ્રાવેલ ડેસ્ટિનેશનની યાદી જાહેરા કરવામાં આવી છે, તો ચાલો વધારે સમય વેડફ્યા વિના જાણીએ કે કયા દેશમાં આ વર્ષે પર્યટકો સૌથી વધુ ફરવા પહોંચ્યા હતા.
હોન્ગકોન્ગ બન્યું નંબર વન
ગયા વર્ષે આ યાદીમાં થાઈલેન્ડની રાજધાની બેંગકોકે ટોપ કર્યું હતું, પરંતુ હવે આ વર્ષે હોન્ગકોન્ગે બાજી મારી હતી. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો આશરે 26.6 મિલિયન લોકો હોન્ગકોન્ગ ફરવા ગયા હતા અને એની સાથે જ હોન્ગકોન્ગ શહેર દુનિયાનું સૌથી વધુ ટ્રાવેલ કરવામાં આવી હોઈ એવી પ્લેસ બની ગઈ છે.
બેંગકોક છે બીજા નંબરે
હોન્ગકોન્ગ બાદ બીજા નંબરે આવે છે બેંગકોક. ગયા વર્ષે પહેલાં નંબર પર રહેનાર બેંગકોક આ વર્ષે બીજા સ્થાને પહોંચી ગયું છે અને હોન્ગકોન્ગ બાદ બીજા નંબર પર સૌથી વધુ પર્યટકો ફરવા આવતા હોય એવું સ્થાન બની ગયું છે. મળી રહેલી માહિતી પ્રમાણે અહીં 21.2 મિલીયન ટુરિસ્ટ બેંગકોક ફરવા આવ્યા હતા. અહીંયા તમારી જાણ માટે કે બેંગકોકે સતત પાંચમી વખત સૌથી વધુ ફરવા આવનારા પર્યટકોની યાદીમાં પોતાનું સ્થાન જમાવી રાખવામાં સફળ થયું હતું.
લંડન પણ છે આ રેસમાં
લંડનમાં 2023ના વર્ષમાં આશરે 19.2 મિલીયન પર્યટકો આવ્યા હતા. બ્રિટનનું આ શહેર આમ આદમીની સાથે સાથે જ સેલેબ્સ માટે પણ પસંદગીનું શહેર બની ચૂક્યું છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર 2025 સુધી અહીં આવનારા પર્યટકોની સંખ્યા 25 મિલિયનનો આંકડો પાર કરી ચૂક્યા છે.
ચોથા સ્થાને આવે છે સિંગાપુર
તમારી જાણ માટે સૌથી વધુ ફરવા આવનારા શહેરોની યાદીમાં ચોથા સ્થાને આવે છે સિંગાપુર. સિંગાપુરમાં 2023માં 16.6 મિલીયન ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સ ફરવા માટે આવ્યા હતા અને સિંગાપુરમાં ફરવા આવનારા પર્યટકોનો આંકડો દર વર્ષે 16 મિલીયનની આસપાસ જ રહે છે.