ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં ધમાલ મચાવશે ક્રિસ ગેલ અને એનટિની
મુંબઈઃ પૂર્વ ક્રિકેટરો ક્રિસ ગેલ, મખાયા એનટિની અને મોન્ટી પાનેસર 22 ફેબ્રુઆરીથી શરૂ થનારી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (આઇએમએલ) ની પ્રથમ સીઝનમાં રમવા માટે તૈયાર છે.
ગેલ, એનટિની અને પાનેસર અનુક્રમે વેસ્ટ ઇન્ડીઝ, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ માસ્ટર્સ તરફથી રમશે. આ ટુનામેન્ટ્સ 22 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન નવી મુંબઈ, રાજકોટ અને રાયપુરમાં યોજાશે.
ગેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આઇએમએલ એ મહાન ક્ષણોને ફરીથી જીવવા અને રમતના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે સ્ટેજ શેર કરવા માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.” હું આ લીગમાં યુનિવર્સ બોસ (ગેલને યુનિવર્સ બોસ તરીકે ઓળખવામાં આવે છે)ની ઉર્જા લાવવા માટે તૈયાર છું.
“હું તમને ખાતરી આપી શકું છું કે આ પુનઃમિલન એક યાદગાર રહેશે,” એનટિનીએ કહ્યું હતું કે, આપણે જે ક્રિકેટ રમીશું તે મુશ્કેલ અને રોમાંચક હશે. આ ક્રિકેટ ચાહકો માટે એક પાર્ટી છે.”
ભારતના દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહે અગાઉ ટુર્નામેન્ટ માટે પોતાની ઉપલબ્ધતાની પુષ્ટી કરી હતી. આ ટુર્નામેન્ટમાં ભારત, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સહિત છ ટીમો ભાગ લેશે.