ચીનની આ કંપનીમાં બધા કર્મચારીઓ કેમ વજન ઘટાડવા પાછળ લાગ્યા છે? જાણીને ચોંકી જશો

નોકરીને લઈ સામાન્ય રીતે બધાને ઘણી બધી ફરિયાદ હોય છે. જેનું મુખ્ય કારણ કર્મચારીને બોનસ કે ઈનસેન્ટીવના રૂપે મળતું ઓછું પ્રોત્સાહન હોય છે. નોકરી અને કર્મચારીને લઈ ચીન અવાર નવાર ચર્ચામાં આવતું હોય છે. એ પછી ભલે કર્મચારીને પ્રોત્સાહ આપવાના નિર્ણય હોય કે પછી પ્રોડક્ટીવિટી વધારવા માટે કર્મચારી પર કડકાઈ વધારવાના નિર્ણય હોય. ત્યારે ચીનની એક કંપની ફરી એક વખત પોતાના અનોખા નિર્ણયને લઈ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
ચીનની એક ટેક કંપનીએ કર્મચારીઓને વજન ઘટાડવા માટે એક કરોડ રૂપિયાથી વધુના બોનસની ઓફર કરીને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ચીનની એક કંપની તેના વાર્ષિક “મિલિયન યુઆન વેઇટ લોસ ચેલેન્જ” દ્વારા કર્મચારીઓને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કર્યા છે. આ ચેલેન્જમા ભાગ લેનારાઓને વજન ઘટાડવા બદલ રોકડ ઇનામ આપવામાં આવે છે, જેનાથી કર્મચારીઓમાં ઉત્સાહ વધ્યો છે.
આ પણ વાંચો: વજન ઘટાડવા છતાંય કાંટા પર વજન વધારે દેખાય છે? આ સમયે વજન કરવાનું ટાળો…
12 ઓગસ્ટે શરૂ કરેલા આ ચેલેન્જમાં કોઈપણ કર્મચારી ભાગ લઈ શકે છે. નિયમો સરળ છે. જેમાં દર 0.5 કિલો વજન ઘટાડવા પર 500 યુઆન (લગભગ 6,100 રૂપિયા)નું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે, જનરેશન-ઝેડની કર્મચારી શી યાકીએ 90 દિવસમાં 20 કિલોથી વધુ વજન ઘટાડીને “વેઇટ લોસ ચેમ્પિયન”નું બિરુદ મેળવ્યું. તેણે 20,000 યુઆન (આશરે 2.47 લાખ રૂપિયા) જીત્યા. શીએ સફળતાનો શ્રેય નિયમિત વ્યાયામ, નિયંત્રિત આહાર અને શિસ્તને આપ્યો હતો.
આ ચેલેન્જ 2022થી ચાલે છે અને અત્યાર સુધીમાં સાત રાઉન્ડમાં લગભગ 2 કરોડ રૂપિયાના ઇનામો વહેંચાયા છે. ગયા વર્ષે 99 કર્મચારીઓએ મળીને 950 કિલો વજન ઘટાડ્યું અને 1.23 કરોડ રૂપિયાનું બોનસ વહેંચ્યું હતું. કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું કે આ પહેલનો હેતુ કર્મચારીઓને કામ ઉપરાંત તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા અને જીવનમાં ઉત્સાહ વધારવાનો છે. જો કોઈ કર્મચારી વજન પાછું વધારે તો 0.5 કિલો દીઠ 800 યુઆન (આશરે 9,800 રૂપિયા) દંડ ભરવાની શરત પણ ચેલેન્જનો એક ભાગ છે, પરંતુ અત્યાર સુધી કોઈ દંડ લાગ્યો નથી.
આ પણ વાંચો: વજન ઘટાડવા માટેનો પરફેક્ટ બ્રેકફાસ્ટ: આ 5 નાસ્તા છે બેસ્ટ!
રાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્ય પહેલ
મીડિયા રિપોર્ટ પ્રમાણે શી યાકીએ સ્ટ્રિક્ટ ડાઈટ ફોલો કર્યું હતું. તેને પોતા સાથી કર્મચારીને પણ ડાઈટ શેર કર્યું હતું. તેને “કિન હાઓ વેઇટ લોસ મેથડ”નો ઉપયોગ કર્યો હતો. તેણે એક દિવસ સોયા દૂધ, બીજા દિવસે મકાઈ કે ફળ જેવા પ્રતિબંધિત આહારનો સમાવેશ થાય છે. આ પદ્ધતિથી ચીની અભિનેતા કિન હાઓએ 15 દિવસમાં 10 કિલો વજન ઘટાડ્યું હતું. આ ચેલેન્જ ચીનની “વેઇટ મેનેજમેન્ટ યર” યોજના સાથે જોડાયેલ છે, જે જૂન 2024માં શરૂ થઈ અને ત્રણ વર્ષ સુધી ચાલશે. આ રાષ્ટ્રીય યોજનાનો ઉદ્દેશ વધતા સ્થૂળતાના દરને ઘટાડવા માટે વ્યાયામ અને વૈજ્ઞાનિક ફિટનેસને પ્રોત્સાહન આપવાનો છે.