સ્ટારકિડ્સના બાળપણના ફોટોમાં છુપાયેલા છે અનેક સ્ટાર્સ, એકની ગણતરી તો થાય છે…

એક સમય હતો કે જ્યારે સોશિયલ મીડિયા પર બોલીવૂડ સેલિબ્રિટી અને સ્ટાર્સનો દબદબો જોવા મળતો હતો, પરંતુ હવે સમય બદલાયો છે અને હવે તો ઘણી વખત સ્ટાર્સ કરતાં સ્ટાર કિડ્સ વધારે મહેફિલ લૂંટી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ એક જૂનો ફોટો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક નહીં અને સ્ટાર કિડ્સ જોવા મળી રહ્યા છે. આવો જોઈએ આમાંથી તમે કેટલા સ્ટાર કિડ્સને ઓળખી શકો છો-
આ પણ વાંચો : Dhai Aakhar Movie reviewઃ ધડમાથા વિનાની ફિલ્મો સામે મનને ઠંડક આપે છે આ સાહિત્યિક કૃતિ…
સોશિયલ મીડિયા પર સ્ટાર કિડ્સના બાળપણનો એક જૂનો ફોટો વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ આમાંથી સ્ટાર કિડ્સને ઓળખીને તેમના નામ કમેન્ટ કરી રહ્યા છે. તમને પણ આ ફોટો જોઈને ઓળખવાનો પ્રયાસ કરો કે કયા કયા સ્ટાર કિડ્સ છે. જો તમે ઓળખી ના શક્યા હોવ તો તમને જણાવી દઈએ કે આ ફોટો અનિલ કપૂર અને સંજય કપૂરના પરિવારનો છે જેમાં અનેક સ્ટાર કિડ્સ જોવા મળી રહ્યા છે અને એમાંથી પણ એકની ગણતરી તો આજના સમયના મોટા સ્ટાર્સમાં કરવામાં આવે છે.
આ ફોટોમાં નીચેની લાઈનમાં ડાબેથી બીજી બેઠેલી છોકરી અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર છે અને તેના ખોળામાં ભાઈ હર્ષવર્ધન અને બહેન રિયા કપૂર છે. સૌથી ઉપર જમણી બાજુએ બોની કપૂરનો દીકરો અર્જુન કપૂર અને દીકરી અંશૂલા કપૂર છે. આ ફોટોમાં બોલીવૂડની ફર્સ્ટ કપૂર ફેમિલી રાજ કપુરના ચિરાગ રણબીર કપૂર અને ઉપરની લાઈનમાં અર્જુન કપૂર સાથે જોવા મળી રહ્યો છે અને વિકટરીનું સાઈન શો કરે છે. આ વાઈરલ ફોટો પર યુઝર્સ જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો : I Want to Talk Movie Review: અભિષેકને ફુલ માર્ક્સ, શૂજિત સરકાર ફેલ
એક યુઝરે આ ફોટો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું હતું કે આ બધા નેપો કિડ્સ છે. બીજા એક યુઝરે લખ્યું થે તે મને સલમાન ખાન સાથે તૈમુર દેખાઈ રહ્યો છે. એટલું જ નહીં એક યુઝરે તો એક યુઝરે તો આ ફોટોમાં અભિષેક બચ્ચન પણ હોવાનો દાવો કર્યો છે. આ ફોટો પર નેટિઝન્સ અંધારામાં તીર ચલાવી રહ્યા છે. કેટલાક યુઝર્સે આ ફોટો રેડ હાર્ટના ઈમોજી પણ શેર કર્યા છે.