સોશિયલ મીડિયા પર કેમ ટ્રેન્ડ કરવા લાગ્યો છપરી વર્ડ? શું છે આ એન્ટી છપરી એક્ટ-2024? | મુંબઈ સમાચાર

સોશિયલ મીડિયા પર કેમ ટ્રેન્ડ કરવા લાગ્યો છપરી વર્ડ? શું છે આ એન્ટી છપરી એક્ટ-2024?

આજના સમયમાં સોશિયલ મીડિયા પોતાના ટેલેન્ટને લોકો સુધી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ બની ચૂક્યું છે પણ આ જ સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા એવા વીડિયો જોવા મળે છે કે જેને કારણે તમને એવું થઈ જાય કે ભાઈ કહાં સે લાતે હો ઐસા ટેલેન્ટ? આવા જ વીડિયો જોઈને નેટિઝન્સે સરકાર પાસે એન્ટી છપરી એક્ટ-2024 બનાવવાની માગણી સુદ્ધા કરી નાખી છે. આવો જોઈએ શું છે આખરો માંઝરો…

નેટિઝન્સ દ્વારા સોશિયલ મીડિયા પર લોકોના ખરાબ ડાન્સના વીડિયો, રીલ્સ શેર કરવામાં આવ્યા હતા. આ રીલ્સ ટ્રેનના કોચ, રેલવે પ્લેટફોર્મ્સ, બજારમાં કે ઈન્ડિયા ગેટની સામે બનાવવામાં આવી છે. એટલું જ નહીં આ વીડિયો શેર કરીને નેટિઝન્સ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકોની આવી હરકતને કારણે અન્ય લોકોને અસુવિધાનો સામનો કરવો પડે છે.

દિલ્હીના એક એડવોકેટ સહિત અન્ય નેટિઝન્સ દ્વારા આવી હરકત કરનારાઓ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને એવો પૂછવામાં આવ્યું હતું કે લોકોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે તો શું આપણી પાસે પણ એન્ટી છપરી એક્ટ જેવી કોઈ જોગવાઈ છે કે? જો ના હોય તો સરકારે આવો કાયદો બનાવવો જોઈએ. જેથી આવી ત્રાસદાયક ઘટનાઓ પર નિયંત્રણ લાદી શકાય.

બસ પછી પૂછવું શું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એન્ટી છપરી એક્ટ વાઈરલ થવા લાગ્યું અને એમાંથી છપરી શબ્દ ટ્રેન્ડ થવા લાગ્યો. જોઈ લો તમે પણ આવા કેટલાક નમૂનાઓનો ત્રાસદાયક ટેલેન્ટ…

Back to top button