તમારા નામ પર ચાલે છે કેટલા સિમ કાર્ડઃ આ રીતે ચેક કરો…

મોબાઈલ વિના જીવન અઘરું ને સિમ કાર્ડ વિના મોબાઈલનો કોઈ ઉપયોગ જ નથી. આજકાલ ડ્યુઅલ સિમ કાર્ડવાળા મોબાઈલ પણ જોવા મળે છે. અલગ અલગ કંપનીના સિમ કાર્ડ તમે વાપરો છો જે તમારો મોબાઈલ નંબર નક્કી કરે છે, પણ શું તમારા નામે અન્ય કોઈ સિમ કાર્ડ વાપરી શકે, હા. તે વાપરી પણ શકે અને તમને મુશ્કેલીમાં નાખી પણ શકે. તો કઈ રીતે ચેક કરશો કે તમારું સિમ કાર્ડ કોઈ વાપરે છે કે નહીં.
Also read : Viral Video: બીમાર મહાવતને કંઈક આ રીતે મળવા પહોંચ્યા ગજરાજ…
આ ચેક કરવાની રીત અમે તમારી સાથે શેર કરી રહ્યા છે, જે એકદમ સરકારી છે અને તેના પર ચેક કરવાથી તમે સેફ થઈ જાઓ છો.
સિમ કાર્ડનું આખું નામ સબ્સ્ક્રાઈબર આઈડેંન્ટીટી મોડ્યુલ છે. મોબાઈલમાં આ સિમ કાર્ડ નાખ્યા બાદ જ તમે કૉલ્સ, એસએમએસ, ઈન્ટનેટ વગેરેનો ઉપયોગ કરી શકો છો, પણ સાયબર ગઠિયાઓ એટલા શાતિર છે કે તેઓ તમારી જાણ બહાર તમારા નામે સિમ કાર્ડ ખરીદી વાપરે છે. તેઓ પોતે મુશ્કેલીમાં મૂકાય કે ન મૂકાય પણ તમારી માટે આફત બની શકે છે.
કઈ રીતે બચશો આવા સાયબર ગઠિયાઓથી
તમારા નામે કેટલા સિમ કાર્ડ છે તે જાણવા માટે ભારતીય ટેલિકૉમ ડિપાર્ટમેન્ટ યુઝર્સને એક સેવા આપે છે જેના દ્વારા તમે જાતે જ ચેક કરી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે સંચારસારથી https://sancharsaathi.gov.in/ વેબસાઈટ પર જવું પડશે. ત્યારબાદ Know Mobile connections in your name સેક્શનમાં ક્લિક કરવાનું રહેશે. ત્યાં એક નવું ટેબ ખૂલશે.
તેમાં પોતાનો 10 આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો, સાચો કૈપ્ચા એન્ટર કરી, ઓટીપી આવે તેની ડિટેઈલ્સ ભરવાની રહેશે. ત્યારબાદ તમારા નામ પર રજિસ્ટર્ર થયેલા મોબાઈલ નંબરની લિસ્ટ સ્ક્રીન પર દેખાશે. જો તમે રજિસ્ટર ન કરાવ્યો હોય તેવો નંબર તમને દેખાય તો તેને બ્લોક કરાવી દો અથવા પોલીસની મદદ લો.
ડિજિટલ અરેસ્ટથી માંડી ઘણા એવા સાયબર ગુનાઓ થાય છે જેમાં આ પ્રકારે મેળવેલા સિમ કાર્ડનો ઉપયોગ થાય છે. આ સાથે હત્યાના ગુનામાં પણ જે નંબરોથી ફોન થયા હોય છે તે ઘણીવાર બીજા કોઈના જ હોય છે, જેને ખબર જ નથી હોતી કે મારા નામે આ નંબર રજિસ્ટર્ડ છે.
Also read : ઓફિસમાં કેમ જોવા મળે છે રિવોલ્વિંગ ચેર? કારણ જાણીને ચોંકી ઉઠશો…
સરકાર અને પોલીસ ખાતું સતર્ક રહે છે, પરંતુ જો તમામ નાગરિકો પણ સતર્કતા રાખે તો ગુનાખોરી ઘટી શકે. તો તમે પણ ફટાફટ ચેક કરો કે તમારા નામે કેટલા સિમ કાર્ડ રજિસ્ટર્ડ છે.