સ્પેશિયલ ફિચર્સ

ઘરમાં રહેલો ગેસના પાઈપની એક્સ્પાયરી ડેટ ચેક કરો, નહીં તો…

આપણા બધાના ઘરમાં રસોઈ બનાવવા માટે ગેસ એ જ એક મહત્ત્વનો અને બેસ્ટ સોર્સ છે. પણ ગેસ સિલિન્ડર જેટલું મહત્ત્વનું છે એટલું જ તેની સેફ્ટીનું ધ્યાન રાખવાનું જરૂરી છે. ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે સુરક્ષાનું ધ્યાન રાખવાનું ખૂબ જ જરૂરી છે. આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી આ જોખમથી બચી શકો છો…

ગેસ સિલિન્ડરની સુરક્ષા માટે સૌથી જરૂરી છે ગેસના પાઈપની એક્સ્પાયરી ડેટ ચેક કરવામાં આવે. જો તમે જરા પણ દુર્લક્ષ કરશો તો મોટી હોનારત થવાની પૂરેપૂરી શક્યતા છે. આજે અમે તમને આ આર્ટિકલમાં કઈ રીતે સરળતાથી પાઈપની એક્સપાયરી ડેટ ચેક કરી શકાય છે એ જણાવીશું.

ગેસનો પાઈપ રબરનો બનાવવામાં આવેલો હોય છે અને સમયની સાથે આ રબર ખરાબ થઈ જાય છે અને એમાંથી ગેસ લીક થવાનું જોખમ વધી જાય છે અને ગંભીર અકસ્માત થવાનું જોખમ પણ રહે છે. જેને કારણે જાન-માલનું નુકસાન થઈ શકે છે. જો તમને પણ નથી ખબર કે તમારો ગેસનો પણ પાઈપ એક્સપાયરી ડેટ આવી છે કે નહીં એ ઓનલાઈન ચેક કરી શકો છો.
ગેસના પાઈપ પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે અને આ ડેટ લાઈસન્સની હોય છે. આ સિવાય તમે BIS Care App પર એટલે કે ભારત સરકારની બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણિત વસ્તુઓની માહિતી મેળવી શકો છો.

BIS Care નામની એપને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડએ ડેવલપ કરી છે અને આ એપ તમને ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. ગેસ પાપઈની એક્સપાયરી ડેટ તપાસવા માટે અહીં જણાવવામાં આવેલા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડે છે.
BIS Care App ખોલો
હવે એમાં જઈને Verify License Detailsના ઓપ્શન પર ક્લિક કરો
હવે આ એપ પર લખેલા CM/L કોડ નાખો
કોડ ફિલ કર્યા બાદ Goના બટન પર ક્લિક કરો
આટલું કર્યા પછી તમારી સામે ગેસ પાઈપ સંબંધિત તમામ માહિતી મળી જશે જેમાં વેલિડ ટિલ એટલે કે એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે. જો તમારો ગેસનો પાઈપ પણ એક્સપાયર થઈ ગયો છે તો નવો ખરીદી લેવો જોઈએ…

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત