આવતીકાલથી યોગનિદ્રામાં જશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી, જાણો ચાતુર્માસ દરમિયાન શું કરવું અને શું ન કરવું જોઈએ…

ધાર્મિક દ્રષ્ટીએ અગ્યારસનો દિવસ ખુબ મહત્વનો માનવામાં આવે છે. આવતીકાલે 6 જુલાઈના રોજ ચાતુર્માસની શરૂઆત થવા જઈ રહી છે. આ ચાર માસનો સમયગાળો હિન્દુ ધર્મ માટે મહત્વનો સમય માનવામાં આવે છે. આ ચાતુર્માસની શરૂઆત અષાઠ સુદ અગ્યારસના દિવસે શરૂ થાય છે. લોકવાયકા પ્રમાણે આ ચાર મહિનાનો સમય ભગવાન વિષ્ણુની યોગનિદ્રા કરે છે, જે દર વર્ષે દેવશયની એકાદશીથી શરૂ થાય છે. આ ચાર મહિના સુધી શુભ કાર્યો કરવામાં આવતા નથી. પરંતુ શું તમને ખરબ છે આ સમયગાળા દરમિયાન કઈ એવું વસ્તુ છે જે ન કરવી જોઈએ…
આ વર્ષે દેવશયની એકાદશી 6 જુલાઈના રોજ આવી રહી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગનિદ્રામાં જાય છે. આ સાથે જ ચાતુર્માસની શરૂઆત થાય છે, જે શ્રાવણ, ભાદરવો, આશ્વિન અને કાર્તિક મહિનાને આવરી લે છે. આ ગાળા દરમિયાન માંગલિક કાર્યો જેમ કે લગ્ન, ગૃહપ્રવેશ જેવી પ્રવૃત્તિઓ નથી કરવામાં આવતી છે, કારણ કે તેને અશુભ માનવામાં આવે છે. જ્યોતિષીઓ પણ આ સમયને સંવેદનશીલ ગણાવે છે.
આ સમય દરમિયાન નવા વ્યવસાય કે કોઈપણ નવી શરૂઆતથી પણ લોકોએ દૂર રહેવું જોઈએ છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની યોગનિદ્રા દરમિયાન નવી યોજનાઓ શરૂ કરવીએ શુભ નથી. આ સાથે, ભગવાન શિવ આ ચાર મહિના દરમિયાન બ્રહ્માંડની જવાબદારી સંભાળે છે. આ દિવસોમાં લોકોને નકારાત્મક વિચારો, જૂઠ અને દુર્વ્યવહારથી પણ દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
ચાતુર્માસ દરમિયાન ખોરાક પર પણ ધ્યાન આપવું જરૂરી છે. શુદ્ધ અને સાત્વિક ખોરાક જેવા કે શાકાહારી વાનગીઓને પસંદ કરવો જોઈએ, જ્યારે તામસિક ખોરાક જેમ કે કાંદા, લસણ અને ચિકનથી દૂર રહેવું. આ સમયે શરીર અને મનને શુદ્ધ રાખવા માટે ઉપવાસ, પ્રાર્થના અને ધાર્મિક પુસ્તકોનું અધ્યયન કરવાનું પણ સલાહ આપવામાં આવી છે. આ નિયમોનું પાલન કરવાથી આધ્યાત્મિક શાંતિ મળી શકે છે.
નોંધઃ આ પ્રાથમિક માહિતી છે. આપ પૂજાવિધિ વેગેરેનો સમય અને પદ્ધતિ સહિતની બાબતો આપના પંડિતની સૂચના અનુસાર કરજો.
આ પણ વાંચો : ભગવાન વિષ્ણુએ તુલસી સાથે શા માટે લગ્ન કર્યા હતા? રાક્ષસ કુળમાં જન્મેલી વૃંદા બની તુલસી