Chaturmas 2024: આ દિવસથી નહીં થાય કોઈ શુભકાર્ય! જાણો ચાતુર્માસ વિશે
હિન્દુ માન્યતાઓની અંદર કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલાં શુભ અને અશુભ મુર્હૂતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કોઈપણ કાર્યનું આયોજન શુભ મુહૂર્તો અનુસાર કરવામાં આવે છે. પરંતુ વર્ષના ચાર મહિનાઓ એવા હોય છે કે જેમાં કોઈપણ શુભ કાર્ય કરવામાં નથી આવતું અર્થાત આ મહિનામાં લગ્નો, વહુ વિદાય, મુંડન, યજ્ઞોપવિત જેવા કોઈ પણ શુભ કાર્ય કરવામાં નથી આવતા. આ ચાર મહિનાઓને ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે.
અષાઢ મહિનાની એકાદશીને દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર આ તિથિના દિવસે ભગવાન વિષ્ણુ સમગ્ર સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવને સોંપીને ક્ષીર સાગરમાં યોગ નિંદ્રા માટે જતા રહે છે. અને ફરીથી તેઓ કારતક મહિનાની એકાદશી જેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે ત્યારે જાગે છે. આ એકાદશી બાદ જ હિન્દુ ધર્મમાં શુભ કાર્યોની પુનઃ શરૂઆત થાય છે. તો ચાલો જાણીએ ચાતુર્માસને લઈને દરેક વાત.
આ પણ વાંચો : 72 કલાક બાદ ગ્રહોના રાજકુમાર બુધ કરશે ગોચર, આ રાશિના જાતકોના Bank Balanceમાં થશે વૃદ્ધિ…
હિંદુ પંચાંગ અનુસાર અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને દેવપોઢી એકાદશીથી ઓળખવામાં આવે છે. જ્યારે કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. આવશે 17 જુલાઈ 2024 ના રોજ દેવપોઢી એકાદશી છે અને આ દિવસથી જ ચાતુર્માસ નો પ્રારંભ થાય છે. જ્યારે દેવ ઉઠી એકાદશી 12 નવેમ્બર 2024ના રોજ છે જ્યારે ચાતુર્માસનો અંત થશે.
અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીની શરૂઆત 16 જુલાઈના રોજ સાંજે 8 વાગીને ૩૩ મિનિટથી શરૂ થશે અને 17 જુલાઈના રોજ સાંજે 9 વાગીને 2 મિનિટે સમાપ્ત થશે. જ્યારે કારતક મહિનામાં દેવઉઠી એકાદશી 11 નવેમ્બરના રોજ સાંજે 6 વાગીને 47 મિનિટે શરૂ થશે અને 12 નવેમ્બરના રોજ સાંજે 4 વાગીને 4 મિનિટે સમાપ્ત થશે. આથી 12 નવેમ્બર ના રોજ દેવઉઠી એકાદશી છે અને તે નવેમ્બરથી લગ્ન સહિતના શુભ કાર્યોની પુનઃ શરૂઆત થશે.
ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાં પોઢી જાય છે અને સમગ્ર સૃષ્ટિનો સંચાલન ભગવાન શિવ કરે છે. આ મહિનાઓ દરમિયાન ભગવાન શિવ અને માતા લક્ષ્મીની પૂજા કરવાનું ખુબ મહત્વ રહેલું છે. ચાતુર્માસ દરમ્યાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં પોઢી જાય છે અને આ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ સમય દરમિયાન લગ્ન, જનોઈ, મુંડન, પ્રોપર્ટી ખરીદવી, મકાનમાં પ્રવેશ જેવા કોઈ પણ શુભ કાર્ય કરવામાં નથી આવતા. તમામ શુભ કાર્યોની શરૂઆત દેવઉઠી એકાદશી બાદ થાય છે.