ચણોઠીના આ નાનકડાં બીજ તમારા પર નહીં પડવા દે કોઈની ખરાબ નજર, જાણો વિગતવાર

Chanothi seed remedy: રોજિંદા જીવનમાં વ્યક્તિએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર તેની પાછળ નજરદોષ અને કેટલાક ગ્રહોનો પ્રભાવ જવાબદાર હોય છે. પરંતું કેટલાક ઉપાયો અજમાવીને નજરદોષ અને રાહુ-કેતુના નકારાત્મક પ્રભાવથી છૂટકારો મેળવી શકાય છે. નજરદોષ અને કેટલાક ગ્રહોનો પ્રભાવથી છૂટકારો મેળવવા માટે જ્યોતિષશાસ્ત્ર અને તાંત્રીક શાસ્ત્રમાં કેટલાક અસરકારક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરીને સકારાત્મકતા લાવવામાં મદદ કરશે.
ચણોઠીના બીજ અપાવશે બૂરી નજર સામે રક્ષણ
રોજિંદા જીવમાં ઘણીવાર કોઈ વ્યક્તિ કે બાળકને ખરાબ નજર લાગી જતી હોય છે. નાના બાળકો વધારે પ્રમાણમાં તેનો શિકાર બને છે. ખરાબ નજરથી બચવા માટે ચણોઠીના બે ઉપાય ખૂબ જ ઉપયોગી છે. જો કોઈને ખરાબ નજર લાગી ગઈ હોય તો તેને ઉતારવા માટે મંગળવાર અથવા શનિવારે 7 ચણોઠીના બીજ લો. જે વ્યક્તિ પર નજર લાગી હોય તેના માથા પરથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 7 વાર ફેરવીને તેને વહેતા પાણીમાં પધરાવી દો. જો વહેતું પાણી ઉપલબ્ધ ન હોય તો તમે તેને બાળી પણ શકો છો. આ ઉપાય બાળકો માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે. ખરાબ નજરથી રક્ષણ મેળવવા માટે ચણોઠીના બીજને કાળા દોરામાં પરોવીને જે તે વ્યક્તિના ગળામાં પહેરાવો. આનાથી નજરદોષ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે. તાંત્રીક શાસ્ત્રમાં ચણોઠીની માળાને પણ શક્તિશાળી માનવામાં આવે છે.
આ પણ વાંચો: શનિવારના દિવસે કરો આ 4 સરળ ઉપાય, શનિદેવ પ્રસન્ન થઈ દૂર કરશે આર્થિક તંગી, વધશે સુખ-સમૃદ્ધિ…
રાહુ-કેતુનો નકારાત્મક પ્રભાવ થશે દૂર
જો તમે રાહુ અને કેતુના અશુભ પ્રભાવથી પીડાઈ રહ્યા હોવ તો શનિવારે એક સ્વચ્છ કાળા કપડામાં 108 લાલ અને કાળા ડાઘવાળા ચણોઠીના બીજ બાંધો. ત્યારબાદ, તેને તમારા ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખો. આ ઉપાયથી રાહુ-કેતુ તથા અન્ય ગ્રહોના ખરાબ પ્રભાવથી રાહત મળે છે અને ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
આ પણ વાંચો: આ શુભ મુહૂર્તમાં ભાઈને રાખડી બાંધવાથી મળશે સારુ ફળ, જાણો રક્ષાબંધનની તારીખ અને મુહૂર્ત
જો તમે પૈસાની તંગી કે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હોવ તો શુક્રવારે તમારા ઘરની તિજોરીમાં અથવા જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં ચણોઠીના સફેદ બીજ રાખો. સફેદ ચણોઠીના બીજ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ તેને ધન-સંપત્તિ વધારવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી ધનલાભ થાય છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દિવાળી અથવા અક્ષય તૃતીયા જેવા શુભ દિવસોએ આ ઉપાય કરવાથી વિશેષ ફળ મળે છે.