શા માટે કેટલાક લોકો ઓછા પ્રયત્ને પણ વધુ સફળ થાય છે? જવાબ છુપાયેલો છે ચાણક્ય આ નીતિમાં...
સ્પેશિયલ ફિચર્સ

શા માટે કેટલાક લોકો ઓછા પ્રયત્ને પણ વધુ સફળ થાય છે? જવાબ છુપાયેલો છે ચાણક્ય આ નીતિમાં…

આજના ઝડપી અને અનિશ્ચિત આર્થિક સમયમાં, જ્યાં લોકો વારંવાર પૈસાની અછત અને તણાવનો સામનો કરે છે, ત્યારે પ્રાચીન ભારતીય વિચારક ચાણક્યની નીતિઓ એક તાજી હવાની જેમ કામ કરે છે. હજારો વર્ષ પહેલા તેમણે જણાવેલા આ ગુપ્ત સિદ્ધાંતો આજે પણ લોકોને તેમની આર્થિક સ્થિતિમાં વિશેષ પરિવર્તન લાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે.

આ નીતિઓ માત્ર મહેનત અને સમયના ઉપયોગ પર જ આધારિત નથી, પરંતુ તે વિચારશીલતા, આયોજન અને અનુશાસનનું સંયોજન પણ કરે છે. મોટા ભાગના લોકો આ રહસ્યોથી અજાણ છે, જેના કારણે તેઓ કઠોર પરિશ્રમ છતા પોતાની સંપત્તિને વધારી શકતા નથી, પરંતુ આને અપનાવીને તમે સફળતા અને ધનને આકર્ષિત કરી શકો છો.

ચાણક્યના મુખ્ય નિયમોમાં પ્રથમ છે સમય અને પૈસાની કદર કરવી. તેમના મતે, આ બંને મર્યાદિત અને અમૂલ્ય સંસાધનો છે, અને તેમનો યોગ્ય ઉપયોગ જ સફળતાની ચાવી છે. તમારા સમય અને સંસાધનોનું વ્યવસ્થિત વ્યવસ્થાપન તમને લક્ષ્ય તરફ દોરે છે અને અનાવશ્યક તણાવ તથા નુકસાનથી બચાવે છે. સમયની વ્યર્થતા તમને હંમેશા પાછા ખેંચે છે, જ્યારે પૈસાને વિચાર વિના ખર્ચવાથી તે ઝડપથી ખતમ થઈ જાય છે અને તમને વિત્તીય જોખમમાં ઊભા થાય છે. તેથી, દરેક ક્ષણ અને દરેક રૂપિયાને વ્યૂહરચના સાથે ઉપયોગમાં લેવાનું શીખવું જોઈએ.

સાદી જીવનશૈલી અપનાવો
તમે વારંવાર જોશો કે સમૃદ્ધ વ્યક્તિઓની જીવનશૈલી ખૂબ જ સરળ અને સંતુલિત હોય છે. તેઓ ક્યારેય દેખાડા અથવા તડકભડકમાં ફસાતા નથી. તેની પ્રાથમિકતા હંમેશા એવી વસ્તુઓ પર હોય છે જે લાંબા ગાળે લાભ આપે. ચાણક્ય અનુસાર, સમૃદ્ધ લોકો તેની કમાણીનો મોટો ભાગ વિચારપૂર્વક એવી વસ્તુઓમાં રોકે છે

જેનું મૂલ્ય સમય સાથે વધે, જે સ્થાયી ફાયદો આપે અને વિત્તીય સુરક્ષા પ્રદાન કરે, જેનો અર્થ એ છે કે વાસ્તવિક સફળતા દેખાડા અથવા મોટા ખર્ચમાં નથી, પરંતુ વિવેક અને સંયમમાં છે. સાદું જીવન અપનાવીને તમે માત્ર બચત વધારી શકો છો, પરંતુ માનસિક શાંતિ અને લાંબા સમયની વિત્તીય સુરક્ષા પણ મેળવી શકો છો.

ધીરજ સાથે કાર્ય કરવું
કહેવાય છે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો. આ નિયમ માત્ર કારકિર્દી અથવા શિક્ષણ સુધી મર્યાદિત નથી, પરંતુ ધન કમાવવામાં પણ પૂરેપૂરો લાગુ પડે છે. ઘણા લોકો ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં અતિઉત્સાહી બને છે અને વિચાર્યા વિના પગલા ભરી લે છે.

આ ઉતાવડું અને લોભ તેમની અસફળતાનું મુખ્ય કારણ બને છે. ચાણક્યની નીતિમાં સ્પષ્ટ કહેવાયું છે કે ધીરજ અને લાંબા ગાળાના આયોજન સાથે આગળ વધવુ જ સફળતાની ચાવી છે. જલ્દી સમૃદ્ધ બનવાની ઈચ્છામાં લોકો વારંવાર જોખમી નિર્ણયો લે છે, જે તેને પાછા ખેંચે છે. તેના વિરુદ્ધ, જો તમે ધીરજપૂર્વક તમારી કમાણી, રોકાણ અને ખર્ચનું આયોજન કરો, તો સમય સાથે તમારું ધન સ્થાયી રીતે વધારે છે.

આ પણ વાંચો…Bharat Ratna પીવી નરસિંહ રાવને શા માટે ‘ચાણક્ય’ કહેવાતા, દીકરીએ શું આપી પ્રતિક્રિયા?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button