હાર્ટ એટેક અચાનક આવતો નથી, આટલા લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ન કરતા!

Heart Attack Symptom: છેલ્લા બે-ત્રણ વર્ષોમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે. પહેલાના સમયમાં હાર્ટ એટેક મોટી ઉંમરના લોકોને આવતો હતો. પરંતુ હવે યુવાનોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. જોકે, હાર્ટ એટેક અચાનક આવી જતો નથી. હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. જેથી આ લક્ષણોને ઓળખવા જરૂરી છે. આવો આ લક્ષણો વિશે જાણીએ.
તમારી રોજિંદી જીવનશૈલીમાં એવું શું બને છે?
આપણા રોજિંદા જીવનમાં એવા કેટલાક લક્ષણો જોવા મળતા હોય છે, જે હાર્ટ એટેક સાથે સંબંધિત હોય છે. પરંતુ આ લક્ષણોને આપણે નજરઅંદાજ કરતા હોય છે.
હાર્ટ એટેકના આ લક્ષણોમાં થાક લાગવો, અશક્તિનો અનુભવ થવો, શ્વાસ ચડવો, ધબકારા વધી જવા, એસિડીટી થવી, ચાલતી વખતે પગમાં ખેંચાણ અનુભવવી અથવા દુખાવો થવો, જડબું-હાથ અને છાતીનું જકડાવું, અચાનક પરસેવો વળી જવો અને કારણ વગર ચિંતાનો અનુભવ થવોનો સમાવેશ થાય છે, જ્યાં સુધી આ લક્ષણો આપણા પર હાવી ન થઈ જાય ત્યાં સુધી આપણે ડૉક્ટર પાસે જતા નથી. સામાન્ય રીતે લોકો બ્લડ પ્રેશર વધવું, સુગર વધવું જેવા લક્ષણોમાં જ ડૉક્ટર પાસે જતા હોય છે.

આપણ વાંચો: વડોદરા સ્કૂલ બોર્ડમાં આશ્ચર્યજનક સંયોગ: સતત બીજા ચેરમેનનું ‘એક જ તારીખે’ હાર્ટ એટેકથી નિધન…
હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા શું કરવું?
હાર્ટ અટેક અંગે થયેલા અભ્યાસોના તારણોમાં સામે આવ્યું છે કે, હાર્ટ એટેક અનાચક આવતો નથી. શરૂઆતમાં ઉપર જણાવ્યા પ્રમાણેના લક્ષણો પૈકીનું ઓછામાં ઓછું કોઈ એક લક્ષણ વ્યક્તિના શરીરમાં દેખાય છે.
ઉપરોક્ત લક્ષણો સિવાય બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ તથા સુગરમાં થઈ રહેલા વધારા જેવા લક્ષણોને ગંભીરતાથી લેવા જોઈએ. લાઈફસ્ટાઈલમાં સુધારો કરીને હાર્ટ એટેકના આ લક્ષણોને ઘટાડી શકાય છે અને શરીરને સ્વસ્થ રાખી શકાય છે.
આપણ વાંચો: રામલીલા વખતે રાજા દશરથની ભૂમિકા ભજવતા કલાકારને આવ્યો હાર્ટ એટેક, જુઓ વીડિયો
નિષ્ણાતોના જણાવ્યાનુસાર ધૂમ્રપાન કરવું, પેસિવ સ્મોકિંગ કરવું, એક્સરસાઈઝ નહીં કરવી, વધારે ગળ્યો અને તળેલો ખોરાક ખાવો, અચાનક સુગરનું વધવું, હાઈ બ્લડ પ્રેશર અને તણાવ વધવો, ચિંતા થવી તથા પૂરતી ઊંઘ નહીં લેવાને કારણે હાર્ટ એટેકનું જોખમ વધે છે. ઉપરોક્ત આદતોને બદલીને હૃદયને સ્વસ્થ રાખી શકાય છે.
આ સિવાય સમયાંતરે તબીબી સલાહ મુજબ સુગર, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની તપાસ કરાવતા રહેવું જોઈએ. જેથી શરીરમાં જો કોઈ હૃદયને લગતી બીમારીના લક્ષણો હોય તો તેની વેળાસર સારવાર કરાવી શકાય.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)