15 દિવસ સુધી રોજ બે ઈલાયચીનું સેવન કરો અને ભગાડો આટલી બીમારી…

ઈલાયચી સામાન્ય રીતે સ્વાદ વધારવા માટે જાણીતી છે. પણ શું તમે જાણો છે કે આ નાની ઈલાયચી આરોગ્ય માટે ગુણાકારી હોય છે. ઈલાયચી અને આરોગ્ય વર્ધક ફાયદાઓ ધરાવે છે. આયુર્વેદમાં ઈલાયચીને શરીરનું સંતુલન જાળવનાર એક શક્તિશાળી મસાલો ગણવામાં આવે છે.
આ સામાન્ય દેખાતો મસાલો હૃદય, પાચનતંત્ર અને શ્વસન સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. જો તમે રોજ બે ઈલાયચીનું સેવન 15 દિવસ સુધી કરો, તો તમે તમારા શરીરમાં આશ્ચર્યજનક સકારાત્મક ફેરફારો અનુભવી શકો છો.
ઈલાયચીના સ્વાસ્થ્ય લાભો
ઈલાયચી એક એવો મસાલો છે જે ન માત્ર ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે, પરંતુ તે શરીરના ઘણા કાર્યોને સુધારે છે. આયુર્વેદમાં તેને ‘સાત્ત્વિક ત્રય’નો ભાગ માનવામાં આવે છે, જે શરીરના દોષો (વાત, પિત્ત, કફ)નું સંતુલન જાળવે છે.
રોજ બે ઈલાયચી ચાવવાથી પાચન, હૃદયનું સ્વાસ્થ્ય, શ્વસન સમસ્યાઓ અને મુખની દુર્ગંધ જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. આ નાના દાણા એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે, જે શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ઈલાયચીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. તે એક કુદરતી મૂત્રવર્ધક (ડાયુરેટિક) તરીકે કામ કરે છે, જે શરીરમાંથી વધારાનું પાણી અને મીઠું બહાર કાઢે છે, જેથી રક્તવાહિનીઓ પર દબાણ ઘટે છે. રિપોર્ટ પ્રમાણે નિયમિત ઈલાયચીનું સેવન હૃદય રોગોના જોખમને ઘટાડી શકે છે.
ખાસ કરીને, તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામા અને હૃદયની કામગીરીને સુધારવામાં મદદરૂપ થઈ શકે છે, જે રોજિંદા જીવનમાં તેનું સેવન વધુ મહત્વપૂર્ણ બનાવે છે.
પાચન અને શ્વસન સમસ્યાઓમાં રાહત
ઈલાયચી પાચનતંત્ર માટે અત્યંત ફાયદાકારક છે. ખોરાક ખાધા પછી પેટમાં ભારેપણું, ગેસ કે ફૂલેલું પેટ જેવી સમસ્યાઓનો અનુભવ ઘણા લોકોને થાય છે. ઈલાયચી પાચન અગ્નિને ઉત્તેજન આપે છે, પાચક રસોનું સ્ત્રાવ વધારે છે અને ખોરાકને પાચનતંત્રમાં સરળતાથી આગળ વધવામાં મદદ કરે છે.
આ ઉપરાંત, તેની ગરમ પ્રકૃતિ શ્વસન સમસ્યાઓ જેમ કે નાક બંધ થવુ, ખાંસી અને સાઇનસમાં રાહત આપે છે. ઈલાયચી કફને ઢીલો કરે છે અને છાતીની જકડન ઘટાડે છે, જે અસ્થમા, બ્રોન્કાઇટિસ અને સખત શરદીમાં ફાયદાકારક છે.
મુખની દુર્ગંધ દૂર કરવામાં અસરકારક
ઈલાયચી મુખની દુર્ગંધ દૂર કરવામાં પણ અસરકારક છે. તેના તેલમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણો મુખમાં દુર્ગંધ પેદા કરનારા બેક્ટેરિયાને નાશ કરે છે. ખાસ કરીને, પાચન સમસ્યાઓ અથવા મુખના રોગોને કારણે થતી દુર્ગંધને ઈલાયચી ઘટાડે છે. તેને રોજિંદા જીવનમાં સામેલ કરવું ખૂબ સરળ છે.
ખાધા પછી બે ઈલાયચી ચાવો અથવા તેના દાણાને મધ અને લીંબુ સાથે મિશ્ર કરીને કુદરતી માઉથ ફ્રેશનર બનાવી શકાય છે. 15 દિવસ સુધી આ ટેવ અપનાવવાથી પેટ, મુખ અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર ફાયદો થઈ શકે છે.
આ પણ વાંચો…`મસાલાની રાણી’ તરીકે ઓળખાતી ઈલાયચી આરોગ્યવર્ધક ગણાય છે