તમે પણ વેબસાઈટ પર જઈને સમજ્યા વિચાર્યા વિના I’m Not a Robot પર ક્લિક કરો છો? પહેલાં આ વાંચી લો…

આજકાલના ઈન્ટરનેટનો છે અને એની સાથે સાથે જ ઓનલાઈન ફ્રોડ પણ વધી રહ્યા છે. દિવસે દિવસે ફ્રોડસ્ટર નવી નવી તરકીબો અજમાવતા રહે છે. યુઝર્સને સુરક્ષિત રાખવા માટે કેપ્ચા, ટુ સ્ટેપ વેરિફિકેશન જેવા સ્ટેપ્સ હોય છે, પરંતુ હવે આ કેપ્ચા જ લોકો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. આઈ એમ નોટ અ રોબોટ (I’m Not a Robot) પર કરવામાં આવતું નાનકડું ટીક માર્ક સાઈબર એટેકર્સ માટે નવી ટ્રીક બની ગયું છે. ફેક વેબપેજ પર મોકલીને ઈન્ટરનેટ યુઝર્સને ફિશિંગ સ્કેમનો શિકાર બનાવવામાં આવે છે. ચાલો આજે તમને કેપ્ચા સાથે સંકળાયેલા સ્કેમ્સ વિશે વિસ્તારથી જણાવીશું…
જી હા, જો તમે પણ કોઈ વેબસાઈટ પર જઈને કેપ્ચા વેરિફિકેશન માટે આઈ એમ નોટ અ રોબોટ પર ટીક કરતાં હોવ તો તમે ખૂબ જ સરળતાથી સ્કેમર્સના નિશાના પર આવી શકો છો. આજકાલના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના જમાનામાં કોઈ પણ વ્યક્તિ રિયલ દેખાતી ફેક વેબસાઈટ બનાવી શકે છે અને તમને શિકાર બનાવી શકે છે.
સાઈબર અટેકર્સ પાસવર્ડ રિસેટ, ડિલિવરી અપડેટ, સિક્યોરિટી વેરિફિકેશન કે બેંક એલર્ટ જેવા મેસેજ મોકલાવીને વિકટીમને ભરોસામાં લઈ લે છે. જેવું યુઝર ફોર્મ ભરે છે એટલે તેનું જીમેલ, પાસવર્ડ, બેંક ડિટેલ કે પર્સનલ ઈન્ફોર્મેશન ચોરાઈ જાય છે.
સતત વધી રહેલાં જોખમ વચ્ચે ઓનલાઈન કોઈ પણ કામ કરતાં પહેલાં સાવધ રહેવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ લિંક પર ક્લિક કરતાં પહેલાં તેનું યુઆરએલ બરાબર તપાસી લો અને હંમેશા એ વાતની ખાતરી કરી લો httpsથી થાય છે અને ડોમેલ અસલી હોય ઓર્ગેનાઈઝેશન સાથે મેળ ખાતું હોય. બેંક હોય કે કોઈ સરકારી સંસ્થાની જાણકારી હંમેશા તેમની ઓફિશિયલ વેબસાઈટ કે એપ પર જ ફીલ અપ કરો.
આ સાથે સાથે જ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ઈનેબલ રાખો, એટલે જો પાસવર્ડ લીક પણ થાય તો પણ તમારું એકાઉન્ટ સેફ રહેશે. બ્રાઉઝર અને સિક્યોરિટી ટુલ્સને રેગ્યુલર અપડેટ કરે અને કોઈ શંકાસ્પદ વેબસાઈટ કે ઈમેલને CERT-In કે સંબંધિત કંપનીને રિપોર્ટ કરો.
આપણ વાંચો : દિવાળી પહેલાં ચોક્કસ કરી લો આ કામ, થશે છપ્પરફાડ ધનવર્ષા, પછી કહેતાં નહીં કીધું નહોતું…