શું ફ્લાઈટમાં લઈ જઈ શકાય કેરી, શું છે નિયમ? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ…

ઉનાળાની ઋુતુની વાત કરીએ તો બળબળતી ગરમી સિવાય આ ઉનાળામાં સૌથી વધુ ગમતી કોઈ બાબત હોય તો તે છે કેરી ખાવાનું. કેરી એ ફળોનો રાજા છે અને નાનાથી લઈને મોટા સૌને કેરી ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. ભારતમાં રહેતાં લોકો તો ખૂબ જ સરળતાથી કેરીનો સ્વાદ માણી લે છે, પરંતુ વિદેશમાં રહેતા સગા-સંબંધીઓનું શું? આવી સ્થિતિમાં ઘણી વખત લોકો એમના માટે અહીંથી કેરી મોકલાવે છે કે સાથે લઈ જાય છે. ઘણી વખત લોકો ફરવા જતી વખતે પણ સાથે કેરી લઈ જાય છે. પરંતુ શું તમને ખબર છે કે ફ્લાઈટમાં કેરી સાથે લઈ જઈ શકાય કે નહીં? 99 ટકા લોકોને આ સવલાલનો જવાબ નથી ખબર, ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
સૌથી પહેલાં ફ્લાઈટમાં કેરી સાથે લઈ જઈ શકાય કે નહીં એનો જવાબ તો ફ્લાઈટમાં ચોક્કસ જ કેરી સાથે લઈ જઈ શકાય છે, પણ એના માટે તમારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. ફ્લાઈટમાં કેરી સાથે લઈ જવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ નિયમો વિશે અહીં આપણે વાત કરીશું.
આ પણ વાંચો: ફ્લાઈટમાં આપવામાં આવતા બ્લેન્કેટ આટલા સમયે ધોવામાં આવે છે…
ભારતમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં કેરી સાથે લઈ જઈ શકાય છે. કેરી હેન્ડ બેગેજ કે ચેક ઈન બેગેજમાં પણ નાખી શકાય છે. જોકે, આ કેરીઓને ખૂબ જ સારી રીતે પેક કરવામાં આવી જોઈએ, જેથી કેરી દબાવવાનો કે લીક થવાનું જોખમ ના રહે.
વાત કરીએ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં પણ તમે સાથે કેરી લઈ જઈ શકો છે. પરંતુ તે અરાઈવલ કન્ટ્રીની ફ્રૂટ ઈમ્પોર્ટ પોલિસી પર આધાર રાખે છે. કેટલાક દેશોમાં તાજા ફળોની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેટલાક દેશોમાં કેરીમાટે ઈર્રેડિએશન અને સર્ટિફિકેશનની આવશ્યક્તા હોય છે.
આ પણ વાંચો: ફ્લાઈટમાં ભૂલથી પણ ના પીવા જોઈએ આ પીણા… એર હોસ્ટેસે કર્યો ચોંકાવનારો ખુલાસો…
આવી પરિસ્થિતિમાં એયરલાઈનની બેગેજ પોલિસી અને પ્રતિબંધ સૂચીને વાંચી લો. સફરથી પહેલાં સંબંધિત દેશની ફ્રૂટ ઈમ્પોર્ટ પોલીસીને ધ્યાનથી વાંચી લો અને ત્યાર બાદ જ કેરી ફ્લાઈટમાં તમારી સાથે લઈને જાવ, જેથી તમને એરપોર્ટ પર મુશ્કેલી ના પડે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સાથે પણ શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…