હેં, હસતાં હસતાં પણ માણસ મરી શકે છે? જાણો શું છે સત્ય…

આપણે ત્યાં એવી કહેવત છે કે હસે એનું ઘર વસે પણ ઉપરોક્ત મથાળું જોઈને કદાચ તમે પણ થોડા ગૂંચવાઈ ગયા હશો કે ભાઈસાબ હસતાં હસતાં પણ કોઈ વ્યક્તિ કેવી રીતે મૃત્યુ પામી શકે છે, હેં ને? સાંભળવામાં અને વાંચવામાં ભલે વિચિત્ર લાગે પણ આ હકીકત છે અને આજે અમે અહીં તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ…
Also read : શરૂ થઈ રહ્યા છે હોળાષ્ટક, આ કામ કરવાથી બચો નહીંતર…
હસવું એ આરોગ્ય માટે ખૂબ જ સારું ગણાય છે, પણ હસતાં હસતાં પણ કોઈ વ્યક્તિ મોતને ભેટી શકે છે અને આ વાત અમે નહીં પણ એક્સપર્ટ્સ કહી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કોઈ પણ વ્યક્તિ માટે ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે.
અગાઉ કહ્યું એમ હસવું એ હેલ્ધી લાઈફ માટે ખૂબ જ મહત્ત્વનું તેમ જ ફાયદાકારક હોય છે. હસવાથી તમારો મૂડ અને વર્તન બંને સુધરે છે. પરંતુ આ હસવાથી જ કોઈ વ્યક્તિનું મૃત્ય પણ થાય છે એ જાણીને ધક્કો લાગ્યો ને? વાસ્તવિક્તામાં એવું બને છે કે હસતાં હસતાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય. હવે તમને પણ સવાલ થયો ને કે આખરે કઈ રીતે? તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. વાત જાણે એમ છે કે હસતી વખતે તમારા હાર્ટની ગતિ વધી જાય છે અને એને કારણે હાર્ટ એટેક આવી શકે છે. વધારે હસવાથી ઓક્સિજનની કમી વર્તાય છે અને એને કારણે જ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર જો તમે લાંબા સમય સુધી હસો છો તો એને કારણે તમારા મગજમાં લોહીની ઉણપ વર્તાવા લાગે છે. જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો વધારે હસવાને કારણે તમને બ્રેન હેમરેજ પણ થઈ શકે છે. આ ઉરાંત વધારે હસવાને કારણે ફેફસા, હાર્ટ અને મગજ પર વધારે પડતું દબાણ આવે છે.
Also read : આ કારણે મહિલાઓ નથી વધેરતી શ્રીફળ? કારણે જાણીને ચોંકી ઉઠશો…
ચોંકી ગયા ને? સાંભળવામાં અને વાંચવામાં વિચિત્ર લાગતી આ વાત હકીકત છે. આ ઈન્ફોર્મેટિવ ઈન્ફોર્મેશન લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને?