Post Officeની આ બે સ્કીમમાં પૈસા રોકીને મહિલાઓ બની શકે છે માલામાલ…
પોસ્ટ ઓફિસની સ્કીમ દરેક વર્ગના લોકો માટે એમની જરૂરિયાતને ધ્યાનમાં લઈને સ્કીમ લાવે છે. દેશની અડધોઅડધ વસતીને આત્મનિર્ભર બનાવવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા નવી નવી યોજના સ્કીમ લોન્ચ કરવામાં આવે છે. 2023ના બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે મહિલાઓની જરૂરિયાતને ધ્યાનમાં લઈને મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ લોન્ચ કરી હતી. આ સ્કીમના નામ પરથી ખ્યાલ આવે છે કે આ યોજના ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી છે.
આ યોજનામાં બે વર્ષ માટે રોકાણ કરીને તમે સારું એવો રિટર્ન મેળવી શકો છો. એટલું જ નહીં જ નહીં પણ 10 વર્ષ સુધીની દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો. આ બંને યોજનાઓ ખાસ કરીને મહિલાઓની જરૂરિયાતને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી છે અને એમાં રોકાણ કરીને તમે તગડું રિટર્ન મેળવી શકો છો. આવો જોઈએ શું ખાસ છે આ યોજનાઓમાં…
યોજનાઓની વાત કરીએ પહેલાં થોડી બીજી મહત્ત્વની વાત કરીએ લઈએ. મહિલા સમ્માન સ્કીમ એક સ્મોલ ડ્યુરેશન સેવિંગ સ્કીમ છે જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજના એ એક લાંબા સમયની યોજના છે. એક તરફ જ્યાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરીને તમે દીકરીના ભણતર અને લગ્નના ખર્ચમાંથી મુક્ત થઈ શકો છો ત્યાં સ્મોલ પીરિયડમાં વધારે રિટર્ન મેળવવા માટે તમે મહિલા સમ્માન સ્કીમમાં રોકાણ કરી શકો છો.
મહિલા સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ
આ સ્કીમમાં કોઈ પણ ઉંમરની મહિલાઓ રોકાણ કરી શકે છે અને એમાં વધુમાં વધુ રોકાણ કરવાની મર્યાદા 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. 2 લાખ રૂપિયાનું રોકાણ કરીને એના પર 7.50 ટકા ફિક્સ્ડ રિટર્ન મેળવી શકો છો. આ સ્કીમમાં ઈન્વેસ્ટ કરનાર મહિલાઓને ઈન્કમટેક્સની ધારા 80સી હેઠળ 1.50 લાખ રૂપિયા સુધીની રાહત મળે છે. જો તમે ડિસેમ્બર, 2023માં આ સ્કીમમાં બે લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો મેચ્યોરિટી પર તમને 2,32,044 રૂપિયા મળશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
પીએમ નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા 20214મા સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી અને આ સ્કીમ હેઠળ 10 વર્ષ સુધીની બાળકીનું સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવીને રૂપિયા 350થી 1.50 લાખ પ્રતિ વર્ષનું રોકાણ કરીને દમદાર રિટર્ન મેળવી શકો છો. દીકરીઓના નામ પર શરૂ કરવામાં આવેલી આ સ્કીમ હેઠળ બાળકી જ્યારે 18 વર્ષની થઈ જાય ત્યારે એકઠી થયેલી કુલ રકમના 50 ટકા રકમ ઉપાડી શકે છે. જ્યારે 21 વર્ષની ઉંમરે પૂરા પૈસા ઉપાડી શકે છે. આ સ્કીમમાં રોકાણ કરીને માતા-પિતા દીકરીના એજ્યુકેશન અને લગ્નના ખર્ચને ટેન્શનમાંથી મુક્ત થઈ જશો. હાલમાં સરકાર આ યોજનામાં રોકાણ કરનારાઓને 8 ટકાનું વ્યાજ આપી રહી છે.