તહેવારોમાં સુકા મેવાની ડિમાન્ડમાં જોરદાર વધારોઃ ટ્રમ્પના ટેરિફ બોમ્બ છતાં કરોડોની આયાત વધી | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

તહેવારોમાં સુકા મેવાની ડિમાન્ડમાં જોરદાર વધારોઃ ટ્રમ્પના ટેરિફ બોમ્બ છતાં કરોડોની આયાત વધી

દિવાળીના તહેવાર આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બજારમાં પણ દિવાળી તૈયારીની ધૂમ જોવા મળી રહી છે. નવી દિલ્હી અને અન્ય શહેરોના બજારોમાં સુકા મેવાની જોરદાર વેચાણ થઈ રહ્યું છે. લોકો ઘર માટે તો મેવા ખરીદે જ છે, પરંતુ કોર્પોરેટ ગિફ્ટિંગ અને લગ્ન સિઝનમાં પણ તેની માંગ બમણી થઈ છે. જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેરિફના કારણે બદામ, પિસ્તા અને અખરોટ જેવા મેવાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, પણ આયાત પર કોઈ અસર નથી પડી. આ વર્ષે દિવાળી પહેલા મેવાનો આયાત વધુ વધ્યો છે, જે તહેવારની માગને દર્શાવે છે.

ભારતમાં સુકા મેવાની માંગ સામાન્ય રીતે ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે સૌથી વધુ રહે છે, અને આ કારણે ઓગસ્ટ પહેલા જ આયાત વધી જાય છે. આ વર્ષે ટ્રમ્પના ટેરિફને કારણે વૈશ્વિક વેપારમાં અસ્થિરતા આવી, જેનાથી મેવાના ભાવમાં વધારો થયો છે. તેમ છતાં, તહેવારના મોસમમાં બદામ, કાજુ અને અન્ય મેવાની આયાત નોંધપાત્ર રીતે વધી છે.
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે તહેવારોના મહિનામાં સાંસ્કૃતિક રીતરિવાજોને કારણે મેવાની માંગ અચાનક વધી જાય છે, જે આયાતને પ્રોત્સાહન આપે છે. વેપારીઓ કહે છે કે આ સમયે માંગ માત્ર ઘરો સુધી મર્યાદિત નથી, પણ કોર્પોરેટ ભેટો અને લગ્નોમાં પણ વધારો થાય છે.

સુકા મેવાની કેટલી થાય છે આયાત?
આંકડાઓનું માનીએ તો 2024માં ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે બદામની માસિક આયાત સરેરાશ 94.4 મિલિયન ડોલર (લગભગ 785 કરોડ રૂપિયા) હતી, જે વાર્ષિક સરેરાશ 84.8 મિલિયન ડોલર (705 કરોડ રૂપિયા) થયું. કાજુની આયાત ઝડપી વધી રહી છે. જેમાં તહેવારના મહિનાઓમાં સરેરાશ 173.9 મિલિયન ડોલર (1445 કરોડ રૂપિયા) હતી, જ્યારે વાર્ષિક સરેરાશ 134.8 મિલિયન ડોલર (1120 કરોડ રૂપિયા) હતો.

કિશમિશ અને અખરોટમાં પણ આ જ રીત વધારો જોવા મળ્યો છે. કિશમિશનો માસિક આયાત તહેવારના દિવસોમાં 8 મિલિયન ડોલર (66 કરોડ રૂપિયા) નોંધાઈ હતી, જ્યારે વાર્ષિક સરેરાશ 7.5 મિલિયન ડોલર (62 કરોડ રૂપિયા) હતી. અખરોટમાં પણ પાંચ મહિનામાં સરેરાશ 11 મિલિયન ડોલર (91 કરોડ રૂપિયા) આયાત થતી હતી, જ્યારે આખા વર્ષમાં 7.2 મિલિયન ડોલર (60 કરોડ રૂપિયા) હતી.

2025માં કાચા કાજુનો આયાત 1.1-1.2 મિલિયન ટનથી વધીને 1.3-1.4 મિલિયન ટન સુધી પહોંચવાની આશા નિષ્ણાંતો દ્વારા સેવાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા અને યુએસએ સાથેના વેપારી કરારોએ આયાતને સરળ બનાવવામાં મદદ કરી છે.
એક સરકારી અધિકારીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2026ની એપ્રિલ-જુલાઈમાં આસ્ટ્રેલિયાથી બદામની આયાત 93 ટકા વધી છે, જ્યારે ઓમાન અને સાઉદી અરબમાંથી સુકી ખજૂરનો 66 ટકા અને 25 ટકા વધારો થયો છે. યુએઈ અને અમેરિકાથી પિસ્તાની આયાતમાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો : તંદુરસ્ત રહેવા માટે રિવર્સ વૉકિંગ પણ છે એક અનોખી કસરત, જાણો ફાયદા?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button